કેનેડાના ટોરેન્ટો ખાતેના ભારતના વાણિજ્ય દૂતાવાસે ભારતના રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીની પ્રતિમાને નુકસાન પહોંચાડવાની ઘટનાને અનુલક્ષીને ટિ્વટ કર્યું છે. ટિ્વટના માધ્યમથી દૂતાવાસે લખ્યું હતું કે, અમે રિચમંડ હિલ ખાતેના વિષ્ણુ મંદિરમાં સ્થિત મહાત્મા ગાંધીની પ્રતિમાને તોડી પાડવામાં આવી હોવાથી દુઃખી છીએ. તોડફોડના આ ગુનાહિત કૃત્યે, નફરતથી ભરેલી આ ઘટનાએ કેનેડામાં રહેતા ભારતીય સમુદાયની લાગણીઓને ઠેસ પહોંચાડી છે.
કેનેડાની સ્થાનિક પોલીસ અનુસાર યોગ સ્ટ્રીટ ગાર્ડન એવલ્યુ વિસ્તારમાં આવેલા વિષ્ણુ મંદિરમાં સ્થાપિત મહાત્મા ગાંધીની પ્રતિમાને તોડી પાડવામાં આવી હતી. મહાત્મા ગાંધીની પ્રતિમા ઉપર કાળી શાહીથી અભદ્ર શબ્દો પણ લખવામાં આવ્યા હતા. અધિકારીઓને બુધવારના રોજ આશરે ૧૨.૩૦ વાગ્યે આ ઘટનાની જાણકારી મળી હતી. આ મામલે કેનેડાની સ્થાનિક પોલીસે કહ્યું હતું કે તેઓ આ ઘટનાની હેટ ક્રાઈમ તરીકે તપાસ કરી રહ્યા છે.
મંદિરના અધ્યક્ષ બુદ્ધેન્દ્ર દૂબેએ જણાવ્યું હતું કે આ પ્રતિમાને આશરે ૩૦ વર્ષ કરતા પણ વધુ વર્ષ પહેલા સ્થાપિત કરવામાં આવી હતી. જાે કે આટલા વર્ષોમાં આ પ્રકારની ઘટના ક્યારેય બની નથી. આ પ્રતિમાં કાંસાની બનેલી છે અને ૫ ફૂટ ઉંચી છે. તેનું નિર્માણ દિલ્હીમાં કરવામાં આવ્યું હતું અને મે ૧૯૮૮માં તેનું અનાવરણ કરવામાં આવ્યું હતું. ટોરેન્ટો ખાતેના ભારતના વાણિજ્ય દૂતાવાસે અને ઓટાવામાં સ્થિત ભારતીય હાઈ કમિશને આ ઘટનાની નિંદા કરી હતી અને ટિ્વટર ઉપર લખ્યું હતું કે, તેમણે આ અપરાધ અંગે કેનાડાનાં અધિકારીઓનો સંપર્ક કર્યો હતો. હાઈ કમિશને કહ્યું હતું કે, આ અપરાધે ભારતીય સમુદાયમાં ‘ચિંતા અને અસુરક્ષાની લાગણી’ ઉભી કરી છે.