હાલમાં ફ્રોડનો એક કિસ્સો ખુબ જ વાયરલ થઈ રહ્યો છે અને આ કિસ્સો દેશની સુરક્ષા પર સવાલ ઉભો કરે એવો છે. કારણ કે આ ફ્રોડમાં CRPFનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. જેની સાથે ફ્રોડ થયો ખુદ એની જ વાત આપણે સાંભળીએ તો સમગ્ર કિસ્સો ખ્યાલ આવી જશે અને બીજા લોકો પણ આ ફ્રોડમાંથી બચી શકશે. તો આવો જાણીએ આ પોસ્ટ વિશે….
મિત્રો આજે એક મોટા ફ્રોડમાંથી બચ્યો
મિત્રો મારી આ પોસ્ટ બરાબર વિગતવાર વાંચજો દરેક ફોટા જોશો અને દરેક વ્યક્તિ ને મોકલજો જેથી લોભ લાલચમાં કોઈ વ્યક્તિ ખોટા છેતરાઈ નય
વાત એવી છે કે 3 દિવસ પહેલા મને કોઈ નરેશ ચાવડા નામની આઇ ડી પરથી ફેસબુક પર ફ્રેન્ડ રિકવેસ્ટ આવી મેં એક્સેપ કરી પ્રોફાઇલમાં કોમ્પ્યુટર પર કોઈ વ્યક્તિ બેઠો છે અને ભાવનગર પોલીસ લખ્યું હતું.
મને ખુશી થઈ કે ચાલો એક પોલીસ મિત્ર મળ્યો આમ પણ ગુજરાતના દરેક જિલ્લાના પોલીસ મારા મિત્ર છે તો એકનો વધારો થયો બીજું શું.
હવે આ નરેશ ચાવડા મને મેસેજરમાં મેસેજ કરી મારા નંબર માંગે છે મેં મારા નંબર આપ્યા એ પછી એ મને કહે છે કે રાજકોટમાં મારા એક મિત્ર આશિષ કુમાર CRPFમાં ઓફિસર છે એની ટ્રાન્સફર રાજકોટ થી જમ્મુ થઈ છે.અને એણે 6 મહિના વાપરેલું ફર્નિચર સસ્તું આપવા માંગે છે. તમે કહેતા હોય તો તમારો નંબર એમને આપું મેં કહ્યું કસો વાંધો નહિ આપો.
હવે નકલી CRPFમાં ઓફિસર આશિષ કુમાર મને વોટ્સએપ પર મેસેજ કરી ફર્નિચરના ફોટા મોકલે છે.અને ફર્નિચર ની કિંમત 35000 હજાર કહે છે. ફર્નિચરના ફોટા જોઈ હું ખુશ થઈ ગયો ખરેખર ફર્નિચર જોરદાર હતું. એમા ડબલ ડોરનું ફ્રીજ,વોશિંગ મશીન,ડબલબેડની શેટી,ડ્રેસિંગ ટેબલ,મેજ ટેબલ 6 ખુરશી સાથે ડાઇનિંગ ટેબલ આ બધું મને 35000 હજારમાં આપવાની વાત થઈ મને ગમ્યું હું નોકરી પર હતો મેં મારી પત્ની ને આ બધા ફર્નિચર ના ફોટો વોટ્સએપ પર મોકલ્યા અને પરમિશન મેળવી કે આ બધું 35000 હજારમાં આવે છે. લેવું છે કારણકે અર્ધાંગિની પરમિશન જરૂરી છે એ પણ જોઈ ને ખુશ થઈ ગઈ અમે તો ખુશ થઈ ગયા કે આ 14મી એપ્રિલે આપણી તો ડબલ દિવાળી ચાલો ખરીદી લઈ એ આવો મોકો ફરી નહિ મળે.
હવે આ નકલી CRPF ઓફિસર મારુ પૂરું એડ્રેસ માંગે છે અને કહે છે કે CRPF ના ટ્રકમાં હોમ ડિલિવરી આપના ઘર સુધી ફ્રી છે. અરે વાહ આતો સોને પે સુહાગ હું તો વધુ ખુશ થઈ ગયો એ પછી એણે તો મારા નામનું એડ્રેસ સાથે ડિલિવરી ચલણ પણ બનાવી નાખ્યું સાથે ફર્નિચર પેક કરે એ ફોટા CRPF જવાનોના ફોટા ટ્રકના ફોટા જે ગેઇટ પર ઉભો છે બધું મોકલ્યું આપણે પણ ભારતીય સેનાના નામે લાગણીવશ થઈ બધું સાચું જ માની લઈએ કે હા આ સત્ય હશે સેનાનો કોઈ અધિકારીની બદલી થઈ હશે એ હકીકત માની લઈએ હું પણ માની રહ્યો હતો.
અને મને કહે સર પેમેન્ટ કરી આપો મેં કહ્યું સર હું મારી કંપનીમાં જોબ પર છુ રાત્રે 8 વાગ્યે છૂટી ને ઘરે જઈશ પછી પેમેન્ટ કરું થોડીવાર પછી વળી એમનો ફોન આવ્યો કે સર ટ્રક લોડ થઈ ગેઇટ પર ઉભી છે તમે અડધું પેમેન્ટ કરી આપો ટ્રક અહીંથી રવાના થઈ જાય મેં કહ્યું કે તમે ફર્નિચર ત્યાંથી રવાના કરી દયો 4 કલાકમાં રાજકોટથી પોરબંદર પહોંચતા થશે એ દરમિયાન હું પણ જોબ પરથી ઘરે પહોંચી જાય ફર્નિચર ઉતારી ને તમારું પેમેન્ટ કરી આપુ તો કહે કે 10 હજાર પેમેન્ટ કરી આપો અહીંથી અમે ગાડી રવાના કરી આપીએ. હવે મારી શંકા મજબૂત થઈ કે સામેનો વ્યક્તિ ફ્રોડ છે એટલે મેં પેમેન્ટ કરવા આનાકાની તો એ વ્યક્તિ એ મને આઈકાર્ડ મોકલ્યું કે સર ફ્રોડ નથી હું CRPFમાં જ છુ આ મારું આઈકાર્ડ હવે મેં મારી રીતે તપાસ ચાલુ કરી.
સૌ પ્રથમ મને ફેસબુક પર રિકવેસ્ટ આવી એ નરેશ ચાવડા ભાવનગર પોલીસમાં છે એવું પ્રોફાઇલમાં હતું એટલે મેં ભાવનગરમાં PSI તરીકે ફરજ બજાવતા મારા મિત્ર PSI ભાવેશભાઈ શીંગરખીયા સાહેબનો સંપર્ક કરી માહિતી મેળવી શીંગરખીયા સાહેબ એ માહિતી આપી કે આવો નરેશ ચાવડા કોઈ અહીં ભાવનગર પોલીસમાં નથી.
પોઇન્ટ નંબર-2 હવે મને જે CRPF ઓફિસર આશિષ કુમારનું આઈકાર્ડ મોકલ્યું હતું એ આઈકાર્ડ વિશે માહિતી મેળવવા માટે મેં નેટ પર CRPFના નંબર ચર્ચ કરી ફોન કર્યો તો CRPF કેમ્પ રાંચી છત્તીસગઢ વાત થઈ એમના વોટ્સએપ નંબર પર મેં આઈકાર્ડ મોકલી તપાસ કરી તો આઈકાર્ડ અસલી છે એવું કીધું મેં બધી વાત કરી તો મને પેમેન્ટ ન કરવા જણાવ્યું.
હવે પોઇન્ટ નંબર-3
ત્યારબાદ મેં અમારો ધ ગ્રેટ અશોકા બુદ્ધ વિહાર પોરબંદર નો તાલીમાર્થી રાહુલ કુમાર ગેડિયા CRPFમાં ફરજ બજાવે છે એમનો મેં સંપર્ક કરી આ આશિષ કુમાર ના નામનું આઈકાર્ડ એમને મોકલવી CRPFમાં તપાસ કરાવી તો આઈકાર્ડ સાચું જ હતું પરંતુ તેમાં મોબાઈલ નંબર ખાતા નંબર બીજા જ હતા હવે મારી પાસે ઓરીજનલ આશિષ કુમારનો પૂરો બાયોડેટા હતો.
પોઈન્ટ નંબર-4
ત્યારબાદ મેં ઓરીજનલ આશિષ કુમાર સાથે ફોન પર વાત કરી બધીજ હકીકત જણાવી લગભગ અમારી 11 મિનિટ વાત ચાલી આશિષ કુમાર ઉત્તરપ્રદેશ નો રહેવાસી છે અને CRPFમાં ફરજ બજાવે છે.
અસલી આશિષ કુમારના જણાવ્યા મુજબ 2016માં ફ્રોડ ગેંગ ફસાવી ને એમના આઈકાર્ડનો ફોટો લઈ લીધો હતો હવે આ સાઇબર ગેંગ 6 વર્ષ થયાં લોભી લાલચુ અસંખ્ય લોકો ને આશિષ કુમારના આઈકાર્ડ ઉપર છેતરી રહી છે.આ બાબતે અસલી આશિષ કુમારની CRPFમાં ખાતાકીય તપાસ પણ થયેલી છે અને આશિષ કુમાર એ આ બાબતે ઉંચકક્ષા એ રજુઆતો પણ કરેલી છે અને ખૂબ અફસોસ વ્યક્ત કરેલ હતો
પોઇન્ટ નંબર-5
મને જે ફર્નિચરના ફોટો મોકલ્યા હતા એ ફર્નિચર જે જગ્યા એ રાખેલા હતા એની પાછળની દીવાલો અને જમીન પર નીચેની ટાઇલ્સ પણ અલગ અલગ હતી એ પણ મેં નોંધ લીધી હતી કે આ ફર્નિચરના ફોટો કોઈ એક જગ્યાના નથી એ મેં આરામથી નિરીક્ષણ કર્યું
પોઈન્ટ નંબર-6
મેં એ પણ માર્ક કર્યું કે આ વ્યક્તિ સાથે મારે વોટ્સએપ પર હિન્દી ગુજરાતી અને ઈંગ્લીશ ત્રણે ભાષામાં ચેટ પર વાત થઈ અને તપાસ કરી એ વ્યક્તિ મોબાઈલ વાપરે છે તે બંગાળ નો નંબર હતો
પોઈન્ટ નંબર-7
મારી જાણ મુજબ રાજકોટમાં CRPF નું કોઈ થાણું કે બટાલિયન નથી હા SRP છે.
આ બધી બાબતોનું મેં ઝીણવટ ભર્યું આંકલન કરી ફ્રોડમાંથી બચી ગયો નહિતર મારી તો 14 એપ્રિલ કેવી રહેત ???
આ માત્ર 4 કલાકમાં જ મને ઓપરેશન પાર પાડવામાં ફ્રોડ ગેંગનો પર્દાફાશ કરવામાં મદદરૂપ થનારા મારા ખાસ મિત્રો ભાવનગરના PSI શીંગરખીયા સાહેબ,CRPF માં ફરજ બજાવતા રાહુલ કુમાર ગેડિયા રાંચી છત્તીસગઢ ના CRPF ઓફિસર અને ઓરીજનલ અસલી આશિષ કુમારનો ખૂબ ખૂબ આભાર🙏
મિત્રો આ મેસેજ પૂરેપૂરો વાંચજો અન્ય લોકો ને શેર કરજો અને બધા ફોટો ક્રમવાર જોવા વિનંતી જેથી કરી ને તમને આવા ફ્રોડ વિશે સંપૂર્ણ માહિતી મળી શકે