ચોમાસુ વિદાય લઈ ચૂક્યુ છે અને દેશભરમા હવે સૂકા પવનો ફુંકાઈ રહ્યા છે. આ વચ્ચે હવામાન વિભાગે ચોંકાવનારી આગાહી કરી છે. હવામાન વિભાગ દ્વારા કહેવામા આવી રહ્યુ છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે દેશના ઉત્તરના રાજ્યોમાં હવામાનમાં પલટો આવશે. આ અસરને કારણે આ અઠવાડિયાના અંતે જમ્મુ-લદાખ, કાશ્મીર, હિમાચલપ્રદેશ અને ઉત્તરાખંડમાં છૂટાછવાયાથી માંડીને હળવાથી મધ્યમ વરસાદ થશે. આ સારથે હવામન વિભગે બરફવર્ષાની સંભાવના પણ વ્યક્ત કરી છે.
આગાહી મુજબ હિમાલયમાં સર્જાયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે શુક્રવારથી ઉત્તર ભારતના રાજ્યો, પહાડો, મેદાન પ્રદેશમા વરસાદ ખાબકશે. આવુ વાતાવરણ શુક્રવાર અને શનિવારે એમ બે દિવસ સુધિ યથાવત રહેશે. સામાન્ય રીત જ્યા પહાડો છે ત્યા બરફવર્ષા અને મેદાનો છે વરસાદ થઈ શકે છે. સંભાવના છે કે આગામી પાંચ દિવસમાં તામિલનાડુ, પુડુચેરી અને કેરળમાં ભારે વરસાદ થાય.
હવામાન વિભાગ દ્વારા જણાવવામા આવ્યુ છે કે એક ચક્રવાતી પવાનોનું ક્ષેત્ર તામિલનાડુ અને આસપાસના વિસ્તારો પર સર્જાયેલું છે. ઉત્તર-પૂર્વના પવનોની દિશા ઉત્તર તામિલનાડુ અને દક્ષિણ આંધ્રપ્રેશના કિનારાના તરફ હોવાના કારણે આ રાજ્યોમાં ભારે વરસાદ થઇ શકે છે. જમ્મુ-કાશ્મીર, લદાખ, પીઓકે ગિલગિટ, બાલ્ટિસ્તાન અને મુઝફ્ફરાબાદ તેમજ હિમાચલપ્રદેશ, ઉત્તરાખંડમાં વરસાદ સાથે બરફવર્ષા પણ જોવા મળશે.