સામાન્ય જનતાને આજે મોંઘવારીનો વધુ એક ફટકો પડ્યો છે. ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો થયો છે. ઘરેલુ એલપીજી સિલિન્ડરની વધેલી કિંમત આજથી દેશભરમાં લાગુ કરવામાં આવી છે. આ પહેલા 22 માર્ચે ઘરેલુ એલપીજીની કિંમતમાં 50 રૂપિયા પ્રતિ સિલિન્ડરનો વધારો કરવામાં આવ્યો હતો, ત્યારબાદ દિલ્હીમાં સબસિડીવાળા 14.2 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમત 949.50 રૂપિયા પર પહોંચી ગઈ હતી.
આજે કિંમતમાં વધારો કર્યા પછી, દિલ્હીમાં ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમત હવે 999.50 રૂપિયા થઈ ગઈ છે. પેટ્રોલિયમ ઉદ્યોગના પ્રારંભિક ડેટા અનુસાર, એપ્રિલમાં એલપીજીનો વપરાશ માસિક ધોરણે 9.1 ટકા ઘટીને 2.2 મિલિયન ટન થયો છે જે એપ્રિલ 2021ની સરખામણીમાં 5.1 ટકાનો વધારો છે. માર્ચ પહેલા, ગયા વર્ષે 6 ઓક્ટોબરે ઘરેલુ એલપીજીની કિંમતમાં ફેરફાર કરવામાં આવ્યો હતો.
નોંધનીય છે કે 1 મેના રોજ સરકારી તેલ કંપનીઓએ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં પણ વધારો કર્યો હતો. કોમર્શિયલ એલપીજી સિલિન્ડર 102.50 રૂપિયા મોંઘું થયું છે. નવી કિંમત લાગુ થયા બાદ દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત 1 મેથી 2253 રૂપિયાથી વધીને 2355.50 રૂપિયા થઈ ગઈ છે.