સિમ કાર્ડ માટેના નિયમો થયો મોટો ફેરફાર, એક વ્યક્તિને નામે વધુ પડતાં સિમ કાર્ડ હશે તો…

Lok Patrika
By Lok Patrika
Share this Article

દેશમાં સ્માર્ટફોન અને ઇન્ટરનેટના વધી રહેલા ઉપયોગ વચ્ચે ટેલિકોમ ડિપાર્ટમેન્ટ (ર્ડ્ઢ્‌)એ સિમ કાર્ડના નિયમોમાં મહત્વના ફેરફાર કર્યા છે. આ નિયમોમાં એક વ્યક્તિના નામે ખરીદવામાં આવતાં સિમ કાર્ડની સંખ્યા અને વિદેશ જતાં નાગરિકો માટે ઇન્ટરનેશનલ રોમિંગવાળા સિમ કાર્ડ માટે જરુરી ફેરફાર કરવામાં આવ્યા છે. દેશમાં સિમ કાર્ડ માટે નિયમોમાં બદલવા માટે ટેલિકોમ રેગુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (્‌ઇછૈં)ના આદેશ પછી ટેલિકોમ ડિપાર્ટમેન્ટે આ પગલુ ભર્યું છે.

નિયમોમાં ફેરફારને લીધે સૌથી વધુ ફાયદો ઇન્ટરનેશનલ રોમિંગ વાળા ગ્રાહકોને પહોંચશે એમ માનવામાં આવી રહ્યું છે. ટેલિકોમ ડિપાર્ટમેન્ટના નવા નિયમો મુજબ, વિદેશ જતાં ભારતીય નાગરિકોને મદદ મળશે. આ સિવાય ટેલિકોમ ડિપાર્ટમેન્ટ એ ગ્રાહકોની ફરિયાદના ઉકેલ માટે બિલિંગની પણ માહિતી આપી છે. જેના લીધે ગ્રાહકોની સમસ્યાઓને વહેલી તકે ઉકેલવામાં મદદ મળી શકશે. ર્દ્ગંઝ્ર મળવા પર કસ્ટમર કેયર સર્વિસ, કોન્ટેક્ટ ડિટેલ્સ, ટેરિફ પ્લાનની માહિતી ફરજિયાત આપવી પડશે.

ટેલિકોમ ડિપાર્ટમેન્ટ તરફથી ગ્રાહકોને મળતી સગવડો માટે વિતેલા દિવસોમાં પહેલા સિમ કાર્ડ સાથે જાેડાયેલા નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. ટેલિકોમ ડિપાર્ટમેન્ટ એ એક વ્યક્તિના નામે ૯થી વધુ સિમ કાર્ડ રાખવાની સગવડને બંધ કરી દીધી છે. જે યૂઝર્સ આ નિયમની અવગણના કરશે એમના સિમ હમેશા માટે બંધ કરી દેવામાં આવશે. માનવામાં આવે છે કે, ટેલિકોમ ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવેલ ફેરફાથી ગ્રાહકો સાથે ઓનલાઇન ફ્રોડ પર અંકુશ મેળવવામાં મદદ મળી શકશે.

નવા નિયમ મુજબ ગ્રાહકોને ફેક કોલથી પણ રાહત મળશે. ટેલિકોમ ડિપાર્ટમેન્ટ મુજબ એક વ્યક્તિના નામે હવે વધુમાં વધુ ૯ સિમ કાર્ડ ખરીદી શકાશે. જ્યારે પૂર્વ-ઉત્તર રાજ્યો જેમ કે અસામમાં નાગરિકોને વધુમાં વધુ ૬ સિમ રાખવાની મંજૂરી આપવામાં આવી છે.


Share this Article
TAGGED: ,
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly