Surat News :રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા સાથે સુરત પણ જોડાયું અદ્ભુત રીતે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને RSS વડા મોહન ભાગવત ને જે ચાંદીનું મંદિર ભેંટ અપાયું હતુ જે સુરતના ડી ખુશાલદાસ જવેલર્સ દ્વારા મંદિર બનાવાયું હતું. આ બન્ને મંદિર ત્રણ – ત્રણ કિલો ચાંદી થી બનાવવામાં આવ્યા હતાં .
આ મુંગટ ગ્રીન લેબના માલિક જાણિતા એવા મુકેશ પટેલે ચંપતરાયને મુંગટ આપ્યો હતો અયોધ્યા રામ મંદિરમાં .ત્યાર બાદ આજે પ્રાણ પ્રતિષ્ઠા સાયે રામ લલ્લાને મુંગટ પહેરાવ્યો હતો.
આ મુંગટની છ કિલો વજન છે આ ઉંપરાત મુંગટની કિંમત ૧૧ કરોડ જેટલી છે. સોનુ, હીરા, અને નીલમ થી બનાવેલો અદ્ભુત છે આ મુંગટ.આ મુંગટ જોઈ લોકો અંચબિત રહી ગયા છે.
રામલલાના બાળસ્વરૂપ (5 વર્ષીય)ની 51 ઈંચની મૂર્તિ ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવી છે અને આ મૂર્તિ શ્યામવર્ણી છે. શ્રીરામ 5 વર્ષના બાળકના રૂપમાં કમળ પર બિરાજમાન છે અને આ મૂર્તિની ઊંચાઈ 4.24 ફૂટ છે. હિંદુ ધર્મમાં 05 વર્ષની ઉંમર સુધી બાળપણ માનવામાં આવે છે અને 5 વર્ષ પછી બાળકને બોધગમ્ય રુપ માનવામાં આવે છે.
Live Ayodhya Ram Mandir: રામલલા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની 16 ધાર્મિક વિધિઓ થોડા સમયમાં થશે શરૂ, આવવા લાગ્યા VIPs
રામલલા પીળા પીતામ્બરથી અને હાથમાં ધનુષ – બાણ છે પકડ્યું છે,સુંદર બાજુ બંધ સાથે સાથે જ સોનાના કવચ કુંડલ, કાનની બુટ્ટી અને ગળાનો હાર પહેર્યો છે. રામલલાના મુગટ નવ રત્નોથી સુશોભિત છે અને તેમના ગળામાં સુંદર રત્નોની માળા છે. આ રત્ન જડિત મુકુટનું વજન લગભગ પાંચ કિલો હોવાનું કહેવાય છે. ભગવાન રામલલાની કમરબંધ પણ સોનાની બનેલી છે. રામલલાના ચરણોમાં વજ્ર, ધ્વજા અને અંકુશના ચિહ્નો તો છાતી રત્નોથી જડેલા મોતીના હારથી સુશોભિત છે.