હવે ATMમાંથી પૈસા ઉપાડવાના નિયમો બદલાઈ ગયા છે. SBI એ ATM ટ્રાન્ઝેક્શનને વધુ સુરક્ષિત બનાવવા માટે નિયમોમાં ફેરફાર કર્યો છે. આવો જાણીએ નવા નિયમ વિશે. હવે તમારે SBI ATMમાંથી રોકડ ઉપાડવા માટે OTP દાખલ કરવો પડશે. હવે નવા નિયમ હેઠળ ગ્રાહકો OTP વગર રોકડ ઉપાડી શકશે નહીં.
રોકડ ઉપાડના સમયે ગ્રાહકોને તેમના મોબાઇલ ફોન પર એક OTP મળે છે જે દાખલ કર્યા પછી જ ATMમાંથી રોકડ ઉપાડવામાં આવે છે. એક ટ્વિટમાં આ માહિતી આપતાં બેંકે કહ્યું કે, ‘SBI ATM પર વ્યવહારો માટે અમારી OTP આધારિત રોકડ ઉપાડની સિસ્ટમ છેતરપિંડી કરનારાઓ સામે સાવધાની છે. છેતરપિંડીથી તમારું રક્ષણ કરવું એ હંમેશા અમારી ટોચની પ્રાથમિકતા રહેશે. SBIના ગ્રાહકોએ OTP આધારિત રોકડ ઉપાડની સિસ્ટમ કેવી રીતે કામ કરશે તેની જાણ હોવી જોઈએ.
જાણો હવે શું છે નિયમ?
આ નિયમો 10,000 રૂપિયા અને તેનાથી વધુ પર લાગુ છે. SBI ગ્રાહકોને તેમના બેંક ખાતામાંથી રજિસ્ટર્ડ મોબાઇલ નંબર અને તેમના ડેબિટ કાર્ડ પિન પર મોકલવામાં આવેલા OTP સાથે દર વખતે તેમના ATMમાંથી રૂ. 10,000 અને તેથી વધુ ઉપાડવાની મંજૂરી આપે છે. આ નિયમ બનાવવા અંગે બેંકે કહ્યું છે કે આ નિયમ ગ્રાહકોને છેતરપિંડીથી બચાવવા માટે બનાવવામાં આવ્યો છે.