આજની જનરેશનમાં આધ્યાત્મિક જાગૃતતા ફેલાવવા માટે એક મહિલાએ અનોખું કામ કર્યું છે. તેલંગાણાની આ મહિલાએ અંદાજે 1,01,116 ચોખાના દાણા પર રામ નામ લખ્યું છે.તેમણે આ રામ નામ લખેલા ચોખાના દાણા ભાદ્રાદ્રી શ્રી સીતા રામચંદ્ર સ્વામી મંદિરમાં આપ્યાં છે. આ ચોખાના દાણા 30મી માર્ચે ભગવાન રામ અને સીતા માતાના લગ્નના દિવસે અક્ષિતાંલુ તરીકે વાપરવામાં આવશે.
તેલંગાણાના હૈદરાબાદમાં રહેતી મલ્લી વિષ્ણુ વંદના નામની મહિલા ભગવાન રામની ભક્ત છે. આ મહિલા ભક્તે અંદાજે 7 લાખ જેટલા ચોખાના દાણા પર રામ નામ લખ્યું છે. તેમાંથી 1,01,116 જેટલા રામ નામ લખેલા દાણા ભદ્રાદ્રી શ્રી સીતા રામચંદ્ર સ્વામી મંદિરમાં આપ્યાં છે.મહિલાનો સંપર્ક કર્યો હતો. ત્યારે તેમણે આ મામલે જણાવતા કહ્યુ હતુ કે, વર્ષ 2016માં તેમણે ચોખાના દાણા પર રામ નામ લખવાનો પ્રોગ્રામ લોન્ચ કર્યો હતો.
તેમનો ઉદ્દેશ્ય એ હતો કે, આજની જનરેશનના યંગસ્ટર્સમાં આધ્યાત્મિક જાગૃતતા આવે. તેમના જણાવ્યા પ્રમાણે, તેમણે અત્યાર સુધીમાં કુલ 7,52,864 ચોખાના દાણા પર રામ નામ લખ્યું છે.
મલ્લી વિષ્ણુ વંદનાએ જણાવ્યું હતું કે, તેઓ નાનપણથી જ આધ્યાત્મિક છે. બાકીના જે રામ નામ લખેલા ચોખાના દાણા છે તે આંધ્રપ્રદેશના વિજયનગરમાં આવેલા અલ્લાગાડા ગામના શ્રી સીતા રામચંદ્ર સ્વામી મંદિરમાં આપશે.
84,000 પગાર, ડ્રાઈવરના 10,000.. છતાં આ ધારાસભ્યએ માંગણી કરી કે પગાર વધારો તો ખોટા કામ બંધ થઈ જાય
તેમાંથી થોડા દાણા તેલંગાણાના ક્રિમનગર જિલ્લાના ઇલ્લંથુકુન્ટા, હૈદરાબાદ અને નેરેદુર્ચાલાના મંદિરોમાં આપશે. આ દાણા તેઓ 30મી માર્ચે રામ અને સીતાજીના લગ્નમાં યોજાતી વિધિ અક્ષિતાંલુમાં વાપરી શકશે.