તાજેતરમાં સ્વિગીએ તેનો વાર્ષિક રિપોર્ટ જાહેર કર્યો જ્યાં તેણે તેનો સંપૂર્ણ ડેટા શેર કર્યો. હવે ઝોમેટોએ તેનો વાર્ષિક અહેવાલ જાહેર કર્યો છે. દર વખતની જેમ આ વર્ષે પણ બિરયાની ટોચ પર છે. આ સિવાય ઝોમેટોએ એક વર્ષમાં ઝોમેટો પાસેથી સૌથી વધુ વખત ઓર્ડર આપનાર વ્યક્તિનું નામ પણ જાહેર કર્યું છે. Zomatoએ તે વ્યક્તિને ટાઈટલ પણ આપ્યું છે.
દિલ્હીના અંકુરે Zomatoને આપ્યા 3,330 ઓર્ડર
દિલ્હીના રહેવાસી અંકુરે કથિત રીતે 2022માં ઝોમેટો પાસેથી 3,330 ઓર્ડર આપ્યા હતા. એટલે કે દરરોજ સરેરાશ 9 ઓર્ડર આપવામાં આવ્યા હતા. ખોરાક પ્રત્યેના તેમના પ્રેમ માટે Zomatoએ તેના વાર્ષિક અહેવાલમાં તેમને ‘ધ નેશન્સ બીગેસ્ટ ફૂડી’ના બિરુદથી સન્માનિત કર્યા.
Zomatoને દર મિનિટે 139 પિઝાના ઓર્ડર
રિપોર્ટમાં Zomatoએ જણાવ્યું કે કયા શહેરે ફૂડ ડિલિવરી એપના પ્રોમો કોડનો મહત્તમ લાભ લીધો. તેમના અહેવાલ મુજબ પશ્ચિમ બંગાળના રાયગંજમાં સૌથી વધુ સંખ્યામાં પ્રોમો કોડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પ્રોમો કોડ 99.7% ઓર્ડર પર લાગુ હતો. આ સાથે કંપનીએ જણાવ્યું કે ડિસ્કાઉન્ટનો ઉપયોગ કરીને લાખો રૂપિયા બચાવનાર વ્યક્તિ કોણ છે. મુંબઈના એક વ્યક્તિએ એક વર્ષમાં 2.4 લાખ રૂપિયા બચાવ્યા.
પ્રતિ મિનિટ 186 બિરયાની ઓર્ડર મળ્યા Zomatoને
ઝોમેટો તરફથી મહત્તમ સંખ્યામાં બિરયાની મંગાવવામાં આવી હતી. એપને 2022માં પ્રતિ મિનિટ 186 બિરયાની ઓર્ડર મળ્યા હતા. બિરયાની પછી બીજી વાનગી પિઝા હતી. આ વર્ષે દર મિનિટે 139 પિઝાનો ઓર્ડર આપવામાં આવ્યો હતો.