કેન્દ્રીય મંત્રીએ આપ્યા સારા સમાચાર, ટોલ ટેક્સને લઈ સૌથી મોટો નિર્ણય લીધો, હાઇવે પર ગાડી ચલાવનારને સમજો લોટરી લાગી

Desk Editor
By Desk Editor
News About Toll Tax: #Lokpatrika
Share this Article

Toll Tax News :  કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ દેશભરમાં ટોલ ટેક્સમાં ઘણા ફેરફાર કર્યા છે. હવે ટોલ ટેક્સને લઈને સરકાર દ્વારા વધુ એક મોટો પ્લાન બનાવવામાં આવી રહ્યો છે, જે બાદ હાઈવે પર ચાલતા લોકો મજા કરવા જઈ રહ્યા છે. કેન્દ્ર સરકાર (Central Government) ટૂંક સમયમાં જ બેરિયર-લેસ ટોલ કલેક્શન સિસ્ટમ શરૂ કરવાની યોજના બનાવી રહી છે. તેના અમલ બાદ ડ્રાઇવરોને ટોલ બૂથ (Toll booth) પર અડધી મિનિટ પણ ઊભા નહીં રહેવું પડે.

 

હાલમાં ટેસ્ટિંગ ચાલી રહ્યું છે

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ રાજ્યમંત્રી વી કે સિંહે બુધવારે કહ્યું હતું કે, બેરિયર-લેસ ટોલ કલેક્શન સિસ્ટમનું હાલમાં પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું છે કે ટેસ્ટિંગ સફળ થતા જ અમે તેને જલ્દી જ લાગુ કરી દઇશું.

યાત્રા દરમિયાન ઓછો સમય લાગશે.

પત્રકાર પરિષદને સંબોધતા સિંહે કહ્યું હતું કે, રસ્તાઓ પર કાપેલા અંતરના આધારે દેશમાં પણ ટોલ પેમેન્ટની સિસ્ટમ લાગુ કરવામાં આવશે. તેમણે કહ્યું કે ટોલ કલેક્શનની નવી સિસ્ટમ લાગુ થવાથી તેની કાર્યક્ષમતા વધશે અને મુસાફરીનો સમય પણ ઓછો થશે. તેમણે કહ્યું કે વાહનોમાં ફાસ્ટેગના ઉપયોગથી ટોલ બૂથ પર લાગતો સમય ઘટીને 47 સેકન્ડ થઈ ગયો છે, પરંતુ સરકાર તેને વધુ ઘટાડવા માંગે છે અને તેને 30 સેકન્ડથી પણ ઓછો કરવા માંગે છે.

 

 

કેમેરા-આધારિત ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે

આ માટે દિલ્હી-મેરઠ એક્સપ્રેસ વે પર પાયલોટ ( experimental) ટ્રાયલ ચાલી રહી છે, જેમાં સેટેલાઇટ અને કેમેરા આધારિત ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. “જ્યારે તમે હાઇવે પર પ્રવેશ કરો છો અને તમારા વાહન પરનો નોંધણી નંબર ત્યાં લાગેલા કેમેરા દ્વારા સ્કેન કરવામાં આવે છે, ત્યારે તે જાણી શકાય છે કે તમે ટોલ બૂથ સુધી પહોંચવા માટે કેટલા કિલોમીટરની મુસાફરી કરી છે.

ચૂકવણી ટોલના નિયમો પર આધારિત હશે

“આ હાલની સિસ્ટમથી અલગ છે, જેને તમે હાઇવે પર કેટલા કિલોમીટરની મુસાફરી કરી છે તેની સાથે કોઈ લેવાદેવા નથી. આ ચુકવણી ટોલના નિયમો પર આધારિત છે.

 

 

 

એકસાથે 429 બેન્ક કર્મચારીઓને દગો આપવાના કેસમાં કંઈ રીતે ફસાઈ ગઈ સાંસદ અને અભિનેત્રી નુસરત જહાં? જાણો અહીં વિગતે

એક સોશિયલ મીડિયા પોસ્ટ અને બધો ખુલાસો થઈ ગયો, નુંહ હિંસાનો જિમ્મેદાર કોણ છે એ વિશે ખબર પડી ગઈ

આંતકીઓ પણ રાહ જોઇને જ બેઠા, મુંબઇમાં 26/11 કરતા પણ મોટો હુમલો કરવાની ફિરાકમાં, માહિતી મળતાં જ ભાંડો ફૂટી ગયો

 

કેન્દ્રીય મંત્રીએ આપી આ જાણકારી

કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે, ટેલિકોમ સહિત તમામ ક્ષેત્રોમાં હાલની સરકાર દ્વારા કરવામાં આવેલી કામગીરીને કારણે આ પ્રકારની પ્રગતિ થઈ રહી છે. તેમણે કહ્યું કે ટેલિકોમ નેટવર્કમાં સુધારો ટોલ પ્લાઝા પર વાહનોના ડેટા એકત્રિત કરવામાં મદદ કરી રહ્યું છે.

 

 


Share this Article