દિલ્હી પોલીસ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવા તૈયાર છે. આ માટે ટ્રાફિક પોલીસ દ્વારા એકશન પ્લાન પણ તૈયાર કરવામાં આવ્યો છે. દિલ્હી પોલીસના આ એક્શન પ્લાનમાં જનતા પણ ભાગ લેવા જઈ રહી છે. ટ્રાફિક પોલીસને સાચી માહિતી આપીને લોકો 50 હજાર રૂપિયા સુધીનું ઈનામ જીતી શકે છે.
ટ્રાફિક પોલીસ એક્શન પ્લાન
દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ ટ્રાફિક પોલીસને ફરી એકવાર ટ્રાફિક પ્રહરી એપ લોન્ચ કરવા સૂચના આપી છે. આ એપ 1 સપ્ટેમ્બરથી દિલ્હીવાસીઓ માટે લોન્ચ કરવામાં આવશે. લેફ્ટનન્ટ ગવર્નર દ્વારા દિલ્હીની ટ્રાફિક વ્યવસ્થા સુધારવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. આ સાથે આ યોજનામાં જનભાગીદારી પણ વધશે.
ટ્રાફિક પોલીસ 50 હજાર રૂપિયાનું ઈનામ આપશે
ટ્રાફિક પ્રહરી એપ દ્વારા દિલ્હીવાસીઓ દિલ્હી પોલીસને ટ્રાફિક નિયમોના ઉલ્લંઘનની માહિતી આપી શકશે. આ માટે દિલ્હી પોલીસ દ્વારા સાચી માહિતી આપનારને 50 હજાર રૂપિયા સુધીનું ઈનામ આપવાની જોગવાઈ છે. દિલ્હી પોલીસની આ પહેલ હેઠળ દર મહિને ટોપ 4માં આવનાર લોકોને ઈનામની રકમ આપવામાં આવશે.
દિલ્હી પોલીસ દર મહિને 4 શ્રેષ્ઠ ફરિયાદીઓની યાદી તૈયાર કરશે. જેમાં ટોપ પર આવનાર વ્યક્તિને 50 હજાર રૂપિયા, બીજા નંબર પર આવનાર વ્યક્તિને 25 હજાર રૂપિયા, ત્રીજા નંબર પર આવનાર વ્યક્તિને 15 હજાર રૂપિયા અને ચોથા નંબર પર આવનાર વ્યક્તિને 10 હજાર રૂપિયાનું ઈનામ આપવામાં આવશે.
ટ્રાફિક સેન્ટિનલ સ્કીમ (TSS) શું છે?
દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર દ્વારા ફરી એકવાર શરૂ કરાયેલી આ યોજના ટ્રાફિક સેન્ટિનલ સ્કીમ છે. આ યોજના હેઠળ, સામાન્ય લોકો ટ્રાફિક પ્રહરી એપ દ્વારા ટ્રાફિકના નિયમો તોડનારાઓ સામે રિપોર્ટ મોકલી શકે છે. અગાઉ આ સ્કીમ હેઠળ દિલ્હી પોલીસ વાર્ષિક રિપોર્ટના આધારે એવોર્ડ આપતી હતી. હવે દર મહિને દિલ્હી પોલીસ ચાર વ્યક્તિઓને ઈનામથી સન્માનિત કરશે.
VIDEO: લગ્ન પછી કેવી રીતે હનીમૂન મનાવે છે કિન્નરો, દરેક પ્રશ્નનોના જવાબ સાંભળો તેમના જ શબ્દોમાં
કયા ખાતામાં રાખેલા પૈસા સૌથી વધુ જોખમમાં છે? RBIએ જણાવ્યું અને બેંકોને પણ આપી ચેતવણી આપી
નીતિન ગડકરીએ ટોલને લઈને લીધો મોટો નિર્ણય, હાલની સિસ્ટમનો અંત લાવ્યો; કરી દીધી નવી જાહેરાત
ટ્રાફિક સેન્ટીનેલ એપ ગૂગલ પ્લે સ્ટોર અને આઇઓએસ પરથી ડાઉનલોડ કરી શકાય છે. આ એપ દ્વારા રિપોર્ટ ફાઈલ કરવા માટે એપ પર મોબાઈલ નંબર રજીસ્ટર કરાવવો પડશે. રિપોર્ટ ફાઈલ કરવા માટે તમામ માહિતી આપવાની રહેશે. આ પછી ટ્રાફિક પોલીસ તમારા દ્વારા મોકલવામાં આવેલ રિપોર્ટની ખરાઈ કરશે.