Train Firing: જયપુર-મુંબઈ સેન્ટ્રલ એક્સપ્રેસ ટ્રેનમાં તેના વરિષ્ઠ અને ત્રણ મુસાફરોની ગોળી મારીને હત્યા કરનાર RPF કોન્સ્ટેબલ ચેતનને સાત દિવસની સરકારી રેલવે પોલીસ કસ્ટડીમાં (police custody) મોકલવામાં આવ્યો છે, પરંતુ તે પૂછપરછમાં સહકાર આપી રહ્યો નથી. આરોપી ચેતન સિંહની પૂછપરછ કરી રહેલા પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે તે તપાસમાં સહકાર આપી રહ્યો નથી, અને જ્યારે તેને ફાયરિંગ સંબંધિત પ્રશ્નો પૂછવામાં આવ્યા ત્યારે તે અસ્પષ્ટ જવાબો આપે છે. આ સિવાય તેણે પોલીસ કસ્ટડીમાં સુત્રોચ્ચાર પણ કર્યા હતા.
આરોપી ચેતનને મંગળવારે મુંબઈની બોરીવલી કોર્ટમાં (borivali court) રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં પોલીસે આરોપીની 14 દિવસની કસ્ટડીની માંગણી કરી હતી. જોકે, કોર્ટે આરોપીની 7 દિવસની પોલીસ કસ્ટડી મંજૂર કરી હતી. આરોપીના વકીલે આરોપ લગાવ્યો હતો કે ઘટના બાદ 24 કલાકથી વધુ સમય સુધી તેને ખાવાનું આપવામાં આવ્યું ન હતું.
આરોપીના વકીલે શું કહ્યું?
“મારા અસીલે કશું જ ખોટું નથી કર્યું. તેણે કહ્યું કે તેણે જે પણ કર્યું તે સર્વિસ ગનથી કર્યું હતું અને તેમાં કંઈ ખોટું નથી. તેને 24 કલાકથી વધુ સમય સુધી ખાવાનું આપવામાં આવ્યું ન હતું, જેના પગલે કોર્ટે પોલીસને ચેતનને સમયસર ખાવાનું આપવાનો નિર્દેશ આપ્યો હતો. ચેતન માનસિક રીતે અસ્થિર હતો કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે, એમ તેમણે જણાવ્યું હતું.
ઘણા લોકોના નિવેદનો નોંધવામાં આવ્યા હતા.
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે ટ્રેનમાં ફાયરિંગની ઘટના સંદર્ભે અત્યાર સુધીમાં ટ્રેનમાં પોલીસ અધિકારીઓ અને મુસાફરો સહિત 15 થી વધુ લોકોના નિવેદનો નોંધવામાં આવ્યા છે.
સીમા હૈદર તમારી પાસેથી પણ પૈસા માંગી શકે છે, ટ્રાન્સફર કરતા પહેલા આખો મામલો સમજી લો, નહીંતર ભરાઈ જશો
ઓગસ્ટ મહિનામાં કેવો વરસાદ ખાબકશે? અંબાલાલ પટેલે કરી વરસાદની આગાહી, જુલાઈનો રેકોર્ડ તૂટશે કે ઘટશે?
ટ્રેનમાં ફાયરિંગની ઘટના ક્યારે બની?
આરપીએફના કોન્સ્ટેબલ ચેતનસિંહે સોમવારે મહારાષ્ટ્રના પાલઘર સ્ટેશન નજીક ચાલતી જયપુર-મુંબઇ સેન્ટ્રલ એક્સપ્રેસ ટ્રેનમાં સવાર તેના વરિષ્ઠ અને ત્રણ મુસાફરોની કથિત રીતે ગોળી મારીને હત્યા કરી દીધી હતી, એમ પોલીસે જણાવ્યું હતું. રેલવે પોલીસે બે મૃતક મુસાફરોની ઓળખ પાલઘરના નાલાસોપારાના રહેવાસી અબ્દુલ કાદરભાઈ મોહમ્મદ હુસેન ભાનપુરવાલા (48) અને બિહારના મધુબનીના રહેવાસી અસગર અબ્બાસ (asagar mohamd) શેખ (48) તરીકે કરી હતી, જ્યારે ત્રીજા પીડિતની હજુ સુધી ઓળખ થઈ શકી નથી. આ ઘટના બાદ જ્યારે મુસાફરોએ ટ્રેનની ચેઈન ખેંચી તો મીરા રોડ સ્ટેશન પાસે ટ્રેન ઊભી રહી ગઈ. જે બાદ આરોપીએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ હથિયારો સાથે તેની ધરપકડ કરવામાં આવી હતી.