Uber Driver Misbehave With Woman: એક આઘાતજનક ઘટનામાં એક મહિલાને ઉબેર ડ્રાઈવર દ્વારા કથિત રીતે હેરાન કરવામાં આવ્યા બાદ તેણે ચાલતી કારમાંથી કૂદકો મારી દીદો હતો. આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે પીડિતાએ તેની આપવીતી કહી અને તેના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો. મહિલા મનાલી ગુપ્તા, જેઓ @littlesssisters નામથી ઓળખાય છે, તેણે તેની દીકરીને શાળાએથી લેવા જતાં ભયાનક ઘટનાને યાદ કરી.
પુત્રીને લેવા જતી માતા સાથે ખરાબ વ્યવહાર
મનાલીએ પોતાની આપતીવી કહી કે મારી પુત્રીને શાળાએથી લેવા માટે તાજેતરની ઉબેર ટ્રીપ દરમિયાન, હું એક ફોન કૉલમાં વ્યસ્ત હતી જ્યારે ડ્રાઇવરે અચાનક મારો ફોન છીનવી લેવાનો પ્રયાસ કર્યો. મને આઘાત લાગ્યો એટલે મે વિરોધ કર્યો. તો તેણે મૌખિક ગેરવર્તન અને ગેરવર્તણૂક કરવા લાગ્યો. મારી સલામતીના ડરથી, મેં તરત જ તેને કાર રોકવા માટે વિનંતી કરી, પરંતુ તેણે મારી વિનંતીને અવગણી અને કાર ઝડપથી ભગાડી.
મહિલાએ ઉબેર ડ્રાઇવરના ગેરવર્તનની કહાની કહી
તેણીએ આગળ કહ્યું, “નિરાશામાં, હું સીટના બીજા છેડે ગઈ અને જ્યારે વાહન આગળ વધી રહ્યું હતું ત્યારે હું બહાર નીકળી ગઈ. કુદકો મારીને ભાગી ગઈ. આ પછી ડ્રાઈવરે કારની સ્પીડ વધારી દીધી.
હું Uberને વિનંતી કરું છું કે તે તેના વપરાશકર્તાઓની સલામતી સુનિશ્ચિત કરવા માટે તાત્કાલિક પગલાં લે અને ભવિષ્યમાં આવી ઘટનાઓને રોકવા માટે શ્યામ સુંદર (2018 Eon, RJ14 TE 5679) નામના આ ડ્રાઇવરને પ્રતિબંધિત કરવાનું વિચારે.” આ ઘટના ટૂંક સમયમાં જ Instagram અને સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ. યુઝર્સે ઉબેર ડ્રાઇવર સામે તાત્કાલિક પગલાં લેવાની માંગ શરૂ કરી.
2000 રૂપિયાની નોટો પર RBIનું મોટું નિવેદન, કહ્યું- માત્ર 2 દિવસ બાકી છે, આ વખતે લિમિટ નહીં વધારીએ!!
‘હિંદુ લગ્નમાં 7 ફેરા લેવા જરૂરી છે, તેના વિના લગ્ન માન્ય નથી’, હાઈકોર્ટનો નિર્ણય ખાસ જાણી લેજો
લોકોએ આવી પ્રતિક્રિયાઓ આપી હતી
એક યુઝરે કોમેન્ટ બોક્સમાં લખ્યું, “આ અસ્વીકાર્ય છે @uber_india કૃપા કરીને તે ડ્રાઈવર સામે પગલાં લો અને તમે સવારી કરતી વખતે વીમો માગો છો પરંતુ વ્યક્તિગત સલામતીનું શું? મહેરબાની કરીને ડ્રાઈવરોને મહિલાઓ પ્રત્યે સભાવ રહેવાની વધુ તાલીમ આપો. ન્યાય થવો જોઈએ.” અન્ય યુઝરે લખ્યું, “ઉબેર ઈન્ડિયા અમને જવાબોની જરૂર છે. સુરક્ષા ક્યાં છે? સુરક્ષા? જો તેની પુત્રી તેની સાથે હોત તો શું થાત? આ કેમ થઈ રહ્યું છે તેના જવાબોની જરૂર છે.”