આખા રૂમમાં લોહીની નદીઓ વહેતી હતી… અયોધ્યામાં નાના સાધુની દર્દનાક હત્યા, બે શિષ્યોની ધરપકડ કરી લીધી

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

India News : ઉત્તરપ્રદેશના અયોધ્યામાં (ayodhya) એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પોલીસે રવિવારે જણાવ્યું હતું કે, અહીંના હનુમાનગઢી (Hanumangarhi) મંદિર સંકુલની અંદર એક નાગા સાધુનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી નાગા સાધુની લાશનો કબજો લીધો હતો. આ મામલે સાધુના બે શિષ્યોની ધરપકડ કરવામાં આવી છે, એમ એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. પોલીસ તેમની પૂછપરછમાં લાગી ગઈ છે.

 

મૃતકની નાની રામ સહરે દાસ છે. તેની ઉંમર 40 વર્ષ હોવાનું કહેવાય છે. આ ઘટના બુધવારે મોડી રાત્રે બની હતી. પોલીસે જણાવ્યું હતું કે સાધુના ગળા પર ઉંડા નિશાન જોવા મળ્યા હતા. અંકિત દાસ અને ઋષભ શુક્લા નામના બે શિષ્યોની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે હનુમાન ગઢી મંદિરના મહંત (પુજારી) રામચરણ દાસે જણાવ્યું હતું કે, ગુનો કર્યા બાદ આરોપી રૂમને તાળું મારીને ફરાર થઇ ગયો હતો. આ ઘટનાની જાણ સવારે 6 વાગ્યાની આસપાસ થઈ હતી.

 

રૂમમાંથી મળ્યો સાધુનો મૃતદેહ

રામ ચરણ દાસે જણાવ્યું કે સાધુના રૂમનો દરવાજો બંધ હતો.લાંબા સમય સુધી દરવાજો ન ખુલતાં લોકોએ બહારથી ફોન કર્યો હતો.તેમ છતાં રૂમમાંથી અવાજ ન આવ્યો એટલે લોકો જાતે જ દરવાજો ખોલીને અંદર ગયા.સાધુ રામ સહારે દાસ રૂમમાં બેભાન હતા.જમીન પર લોહી ફેલાયેલું હતું.લોકોએ નજીક જઈને જોયું તો ખબર પડી કે તેનું મૃત્યુ થઈ ગયું છે.

 

 

 

ગાઝામાં અત્ર-તત્ર-સર્વત્ર વિનાશનો પ્લાન તૈયાર… 3 લાખ સૈનિકો સાથે ટેન્ક તૈયાર, બાઈડેન હા પાડે એટલી જ વાર

આજે શારદીય નવરાત્રિનો છઠ્ઠો દિવસ, મા કાત્યાયની માતાના આશીર્વાદથી દરેક બગડેલા કામ સુધરી જશે

2011માં જેની આગાહી સાચી પડી હતી એ જ્યોતિષીએ વર્લ્ડ કપ વિશે કરી ભવિષ્યવાણી, કહ્યું- આ દેશ બનશે વર્લ્ડ ચેમ્પિયન

 

પોલીસ તપાસ કરી રહી છે.

અયોધ્યાના વરિષ્ઠ પોલીસ અધિક્ષક આર કે નૈયરના જણાવ્યા અનુસાર આ કેસમાં સાધુના શિષ્યો પર હત્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. બંનેના નામ અંકિત દાસ અને ઋષભ શુક્લા છે. પોલીસે બંનેની ધરપકડ કરી લીધી છે. પોલીસ તેમની પૂછપરછમાં લાગી ગઈ છે. મૃતક સાધુ લગભગ ૩૦ વર્ષથી હનુમાનગઢીમાં રહેતો હતો.

 


Share this Article