દુનિયાભરના લોકો એવા અનેક કારનામાઓ કરતા રહે છે જે સોશિયલ મીડિયાના ટ્રેન્ડિંગ લિસ્ટમાં સામેલ થઈ જાય છે. ક્યારેક કોઈની આર્ટવર્ક ટ્રેન્ડ થવા લાગે છે તો ક્યારેક કોઈની વિચિત્ર એક્ટ લોકોનું ધ્યાન ખેંચે છે. આવા જ એક સમાચાર ઉત્તર પ્રદેશના બસ્તી જિલ્લામાંથી આવી રહ્યા છે, જ્યાં કારીગરોએ એવું શૌચાલય બનાવ્યું કે તમે જોઈને દંગ રહી જશો. આ ટોયલેટની તસવીર જોઈને લોકો સોશિયલ મીડિયા પર ખૂબ હસી રહ્યા છે. આ વિચિત્ર ટોયલેટ જોઈને તમે પણ હસવાનું રોકી નહીં શકો.
ભારત સરકારે શૌચાલયનો ઉપયોગ કરવા માટે ઘણી તૈયારીઓ કરી હતી. આ માટે જરૂરિયાતમંદ પરિવારને સરકાર તરફથી શૌચાલય બનાવવા માટે સહાય પણ આપવામાં આવી હતી, પરંતુ ઉત્તર પ્રદેશના બસ્તી જિલ્લાના ગૌરા ધુંધા ગામમાં કારીગરોએ એવું શૌચાલય બનાવ્યું, જેનો ઉપયોગ ભાગ્યે જ કોઈને કરવાનું ગમશે. આ ટોયલેટની ડિઝાઈન જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ હસવાનું રોકી શકશે નહીં. કારીગરોએ એક જ શૌચાલયમાં બે બેઠકો લગાવી છે અને તેમની વચ્ચે કોઈ દિવાલ નથી.
ટોઇલેટ બનાવ્યાના થોડા સમય બાદ તેની સીટ ટાઇલ્સથી અલગ થઇ ગઇ. આ વિચિત્ર શૌચાલયનો દરવાજો પણ ગાયબ છે. તેના બાંધકામની કિંમત સાંભળીને લોકોના હોશ ઉડી ગયા. કોઈ પણ યુઝર માટે એ માનવું સરળ નહોતું કે તેને બનાવવામાં 10 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. જિલ્લા પ્રશાસને દરવાજા વગરનું આ જાહેર શૌચાલય બનાવનાર અધિકારીઓ પાસેથી જવાબ માંગ્યો છે. જિલ્લા પંચાયત રાજ અધિકારી નમ્રતા શરણે કહ્યું કે આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. બીજી તરફ જિલ્લા મેજિસ્ટ્રેટ પ્રિયંકા નિરંજને કહ્યું કે આ કેસમાં દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.