કુસ્તીબાજો અને બ્રિજભૂષણ શરણ સિંહને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે વિનેશ ફોગાટે હવે મોટો નિર્ણય લીધો છે. અગાઉ બ્રિજ ભૂષણના નજીકના સંજય સિંહ WFIના ચીફ તરીકે ચૂંટાયા હતા.
मैं अपना मेजर ध्यानचंद खेल रत्न और अर्जुन अवार्ड वापस कर रही हूँ।
इस हालत में पहुँचाने के लिए ताकतवर का बहुत बहुत धन्यवाद 🙏 pic.twitter.com/KlhJzDPu9D
— Vinesh Phogat (@Phogat_Vinesh) December 26, 2023
આ પછી ઓલિમ્પિક મેડલ વિજેતા સાક્ષી મલિકે નિવૃત્તિ લીધી અને બજરંગ પુનિયાએ પદ્મશ્રી એવોર્ડ પરત કર્યો. ત્યારબાદ સરકાર એક્શનમાં આવી અને WFIની નવી બોડીને સસ્પેન્ડ કરી દીધી. જે બાદ ભારતીય કુસ્તી સંઘના નવા પ્રમુખ સંજય સિંહ અને તેમની આખી ટીમને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવી હતી. પરંતુ હવે વિનેશ ફોગાટે એક મોટું પગલું ભર્યું છે.
હદ છે પણ હોં! મુખ્યમંત્રીની જીભ લપસી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ પાઠવી દીધી, ચારેકોર બદનામી થઈ
વિનેશ ફોગાટે મેજર ધ્યાનચંદ ખેલ રત્ન અને અર્જુન એવોર્ડ પરત કરવાનો નિર્ણય લીધો છે. તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરીને આ વિશે માહિતી આપી છે.