Cricket News : ભારતીય ટીમ મેનેજમેન્ટે ખેલાડીઓને સોશિયલ મીડિયા પર તેમના ફિટનેસ સ્કોર (Fitness score) વિશે કોઈ માહિતી ન આપવા જણાવ્યું છે અને મેનેજમેન્ટે વિરાટ કોહલીની (Virat Kohli) પોસ્ટના થોડા કલાકો બાદ જ આ સલાહ આપી છે. વાસ્તવમાં એશિયા કપની તૈયારી માટે બેંગલુરુમાં (Bangalore) એક ટ્રેનિંગ કેમ્પ રાખવામાં આવ્યો છે, જેમાં વિરાટ કોહલી, રોહિત શર્મા સહિત તમામ ખેલાડીઓ સામેલ છે. આ કેમ્પના પ્રથમ દિવસે કોહલીએ તેના ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેયર કરી હતી, જેમાં કોહલીએ જણાવ્યું હતુ કે, તેણે યો-યો ટેસ્ટમાં 17.2નો સ્કોર કર્યો નથી.
કોહલીની આ પોસ્ટ બોર્ડને પસંદ આવી ન હતી. ઈન્ડિયન એક્સપ્રેસના જણાવ્યા અનુસાર, શિબિરમાં સામેલ તમામ ખેલાડીઓને બોર્ડના મંતવ્ય વિશે જણાવવામાં આવ્યું છે. મીડિયા રિપોર્ટ અનુસાર બીસીસીઆઈના એક અધિકારીએ કહ્યું કે, ખેલાડીઓને મૌખિક રીતે જાણ કરવામાં આવી છે કે, તેમણે સોશિયલ મીડિયા પર કોઈ પણ ગોપનીય મામલાને શેર કરવાથી બચવું જોઈએ. તેઓ રનિંગ પોસ્ટ કરી શકે છે, પરંતુ સ્કોર પોસ્ટ કરવાથી કરારના નિયમોનું ઉલ્લંઘન થાય છે.
પહેલા દિવસે યો-યો ટેસ્ટ
ભારતીય ટીમ મેનેજમેન્ટે ખેલાડીઓ માટે 6 દિવસનો કેમ્પ રાખ્યો છે. પ્રથમ દિવસે ખેલાડીઓનો યો-યો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. એશિયા કપ અગાઉ તે ખેલાડીઓનો સંપૂર્ણ બોડી ટેસ્ટ થશે, જેમને 13 દિવસનો ફિટનેસ પ્રોગ્રામ આપવામાં આવ્યો. તેમાં બ્લડ ટેસ્ટનો પણ સમાવેશ થાય છે. ટ્રેનર્સ તેમની ફિટનેસ તપાસશે અને જે તે ધોરણને પૂર્ણ ન કરે તેની સામે પણ કાર્યવાહી કરી શકાય છે. ખરેખર તો વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને બોર્ડ કોઈ જોખમ લેવા માગતું નથી.
13 દિવસનો ફિટનેસ પ્રોગ્રામ
મેનેજમેન્ટે વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસથી પાછા ફરેલા અને આયર્લેન્ડ સામેની ત્રણ ટી-20ની શ્રેણીના ભાગ ન હોય તેવા ખેલાડીઓને 13 દિવસનો ફિટનેસ પ્રોગ્રામ આપ્યોનથી. બ્રેક દરમિયાન રોહિત, કોહલી, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજને આ કાર્યક્રમને ફોલો કરવા માટે કહેવામાં આવ્યું હતું.