પાંચ વખતના વિશ્વ ચેમ્પિયન અને ચેસના દિગ્ગજ ખેલાડી ભારતના વિશ્વનાથન આનંદને મોટી જવાબદારી મળી છે. મળતી માહિતી મુજબ આનંદ ઇન્ટરનેશનલ ચેસ ફેડરેશન (FIDE) ના ઉપાધ્યક્ષ તરીકે ચૂંટાયા છે. રશિયાના આર્કાડી વોર્કોવિચ FIDE પ્રમુખ તરીકે ફરીથી ચૂંટાયા.
ડ્વોર્કોવિકને 157 વોટ મળ્યા જ્યારે તેમના પ્રતિસ્પર્ધી એન્ડ્રે બેરીશપોલેટ્સને 16 વોટ મળ્યા. એક મત અમાન્ય રહ્યો, જ્યારે 5 સભ્યોએ મતદાનમાં ભાગ લીધો ન હતો.
અહીં 44મા ચેસ ઓલિમ્પિયાડ દરમિયાન આયોજિત વૈશ્વિક ચેસ બોડીની FIDE કોંગ્રેસ દરમિયાન ચૂંટણી યોજાઈ હતી.