વારાણસી ડિસ્ટ્રિક્ટ કોર્ટના આદેશ બાદ જ્ઞાનવાપી સંકુલમાં સ્થિત વ્યાસજીનું ભોંયરું સામાન્ય ભક્તો માટે ખુલી ગયું છે. પૂજા બાદ તેને સામાન્ય ભક્તો માટે ખોલી દેવામાં આવ્યો છે. અહીં મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉમટી રહ્યા છે. કેમ્પસમાં આવેલા નંદીની સામે પોલીસ મોરચાની બાજુમાં લગભગ 4 ફૂટનો ગેટ લગાવવામાં આવ્યો છે.
ગેટની અંદરની દિવાલ હટાવીને લોકોને દર્શન આપવામાં આવી રહ્યા છે.વારાણસીની જિલ્લા અદાલતે બુધવારે જ્ઞાનવાપી સંકુલમાં સ્થિત વ્યાસ જીના ભોંયરામાં હિન્દુઓને પૂજા કરવાનો અધિકાર આપવાનો આદેશ આપ્યો હતો. આ આદેશ બાદ લગભગ 10:30 કલાકે 31 વર્ષ બાદ વ્યાસજીના ભોંયરાને પૂજા માટે ખોલવામાં આવ્યો હતો અને તેની સફાઈ કરવામાં આવી હતી. આજે અહીં પૂજા અર્ચના કર્યા બાદ ભક્તો માટે દર્શન માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ દરમિયાન જ્ઞાનવાપી અને આસપાસના વિસ્તારોમાં મોટા પાયે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.