India News : હવામાન વિભાગે (Meteorological department) આગામી 24 કલાકમાં ભારતના 24 રાજ્યોમાં વરસાદની આગાહી કરી છે. ઉત્તરાખંડ (Uttarakhand) અને હિમાચલ પ્રદેશમાં (Himachal Pradesh) મુશળધાર વરસાદની સંભાવના છે. દેશમાં હાલ ચોમાસું ઢાળ પર છે. આવી સ્થિતિમાં અન્ય કોઇ જગ્યાએ ભારે વરસાદની કોઇ આશા નથી. જો કે હવામાન વિભાગનું કહેવું છે કે આગામી ચારથી પાંચ દિવસ સુધી પૂર્વોત્તર સહિત દેશના ઘણા વિસ્તારોમાં વરસાદ ચાલુ રહેશે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 24 કલાક દરમિયાન સિક્કિમ, આસામ, અરુણાચલ પ્રદેશ અને અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહમાં કેટલીક જગ્યાઓ પર વરસાદની સંભાવના છે. અહીં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. આ જ તર્જ પર 16થી 20 ઓગસ્ટ સુધી પૂર્વોત્તરમાં વરસાદ ચાલુ રહેશે. 17થી 20 ઓગસ્ટ દરમિયાન ઝારખંડ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ સહિત વિદર્ભના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.
આ દિવસોમાં ઉત્તરાખંડમાં ચોમાસાનો વરસાદ ભારે તબાહી મચાવી રહ્યો છે. હવામાન વિભાગનું માનવું છે કે ઉત્તરાખંડ અને હિમાચલના કેટલાક વિસ્તારોમાં મુશળધાર વરસાદ જોવા મળી શકે છે. અહીં તોફાનની ચેતવણી પણ આપવામાં આવી છે. આ ઉપરાંત આગામી 24 કલાકમાં ઉત્તર પ્રદેશ, બિહાર, કોંકણ અને ગોવા, મરાઠવાડા, મધ્ય મહારાષ્ટ્ર અને ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
રણબીરના કારણે આલિયા નથી કરતી લિપસ્ટિક! અભિનેત્રીએ ખુદ ખુલાસો કર્યો-રણબીરને કોરા હોઠમાં જ મજ્જા આવે…
200 કરોડનો આંકડો પાર કર્યા બાદ સની દેઓલ અને ટીમ ફૂલ મોજમાં, જુઓ પ્રાઈવેટ જેટના અંદરનો વીડિયો
લાંબા સમય બાદ રાજસ્થાનમાં વરસાદ
રાજસ્થાનમાં ઓગસ્ટ મહિનામાં ચોમાસું નબળું પડ્યા બાદથી વધારે વરસાદ પડ્યો નથી. હવામાન વિભાગનું કહેવું છે કે આગામી બે દિવસ જયપુર, ભરતપુર અને જોધપુર જેવા પૂર્વ રાજસ્થાનના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે. આ જ રીતે દક્ષિણ ભારતના કર્ણાટક, કેરળ, લક્ષદ્વીપ, તેલંગાણા અને આંધ્રપ્રદેશના કેટલાક તટીય વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. જણાવવામાં આવી રહ્યું છે કે આગામી બે દિવસ સુધી તમિલનાડુ રાજ્યમાં વરસાદ પડી શકે છે. વળી, અહીં એકાદ-બે જગ્યાએ વરસાદ પડવાની શક્યતા છે.