હવે બંગાળમાં માનવતા શર્મસાર, આ એક વાતને લઈ ફરીથી 2 મહિલાઓને નગ્ન કરી માર માર્યો, ચારેકોર હલ્લાબોલ

Desk Editor
By Desk Editor
Share this Article

પશ્ચિમ બંગાળના માલદાથી એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં બે મહિલાઓને માર મારવામાં આવી રહી છે અને તેમને અર્ધ નગ્ન કરવામાં આવી રહી છે. પ્રાથમિક માહિતી મુજબ આ ઘટના ત્રણ ચાર દિવસ પહેલા બની હતી. માલદાના પાકુહાટમાં બે મહિલાઓને સ્થાનિક લોકોએ ચોરીના આરોપમાં પકડી લીધી હતી, ત્યારબાદ તેમની સાથે મારપીટ કરવામાં આવી હતી. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કેટલીક મહિલાઓ બે મહિલાઓને માર મારી રહી છે. જોકે, પશ્ચિમ બંગાળ પોલીસમાં આવી કોઈ ફરિયાદ નોંધાઈ નથી.

 

 

મહિલાઓ ચોરી કરતી પકડાઈ હતી.

પોલીસનું કહેવું છે કે, વાયરલ વીડિયો જોયા બાદ જ તેમને આ ઘટનાની જાણ થઈ હતી અને પ્રાથમિક તપાસ બાદ જાણવા મળ્યું છે કે, ચોરી કરતી વખતે બે મહિલાઓ રંગેહાથ ઝડપાઈ હતી. આ પછી, સ્થાનિક મહિલા દુકાનદારો દ્વારા તેમને માર મારવામાં આવ્યો હતો. આ પછી ચોરી કરતા ઝડપાયેલી મહિલાઓ પણ ભાગી ગઈ હતી અને તેમને માર મારનાર મહિલાઓએ ડરના માર્યા ફરિયાદ પણ નોંધાવી ન હતી. હવે પોલીસ આ કેસની તપાસ કરી રહી છે. પોલીસનું કહેવું છે કે, આપમેળે કેસ દાખલ કરીને કાર્યવાહી કરવામાં આવશે.

 

 

હાવડામાં આવ્યો હતો આ કેસ

આ પહેલા પશ્ચિમ બંગાળના હાવડામાં પણ આવી જ એક ઘટના સામે આવી હતી. બંગાળ પંચાયતની ચૂંટણી માટે એક મહિલા ઉમેદવારે તૃણમૂલ કોંગ્રેસના કાર્યકર્તાઓ પર ઉત્પીડનનો આરોપ લગાવ્યો છે. મહિલાનો આરોપ છે કે તેને નગ્ન કરીને તેની સાથે છેડછાડ કરવામાં આવી હતી. આ ઘટના 8 જુલાઈના રોજ બની હતી. મહિલાએ આ અંગે ઇમેઇલ દ્વારા ફરિયાદ કરી છે. 13 જુલાઈના રોજ એક મહિલાના ઈમેલ દ્વારા ફરિયાદ મળી હતી કે 8 જુલાઈના રોજ હેમંત રોય અને અન્ય લોકો (ટીએમસી કાર્યકર્તાઓ) તેને બળજબરીથી પોલિંગ બૂથની બહાર લઈ ગયા, તેના કપડા ફાડી નાખ્યા અને યૌન શોષણ કર્યું. આ કેસ પંચલા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો છે.

આ મામલે શંકાઓ યથાવત છે

આ કેસની તપાસ દરમિયાન મહિલાને સીઆરપીસીની કલમ 164 હેઠળ મેડિકલ ડોક્યુમેન્ટ રજૂ કરવા અને પોતાનું નિવેદન નોંધવા માટે કહેવામાં આવ્યું હતું. પરંતુ હજી સુધી મહિલાએ આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી. તપાસમાં સ્થાનિક પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે ૮ જુલાઈએ આવી કોઈ ઘટના બની નથી. હજુ સુધી આના કોઈ પુરાવા મળ્યા નથી. પરંતુ કેસની તપાસ ચાલુ છે.

 

હદ થઈ ગઈ પણ!! ક્લાસ રૂમથી લઈને બાથરૂમ સુધી કોન્ડોમના પેકેટ, પંચાયત ચૂંટણી પછી કેવી છે શાળાની હાલત?

હું પાકિસ્તાન જઈશ તો લોકો મને મારી નાખશે… સીમા હૈદરે કહ્યું- મને યોગીજી અને મોદીજીમાં વિશ્વાસ છે કે….

આ તો નસીબ સારા કે આવું થઈ ગયું, બાકી તથ્ય પટેલના કારણે 9 કરતાં પણ વધારે જિંદગીઓ અસ્ત થઈ ગઈ હોત

 

આ ઘટનાના કોઈ પુરાવા મળ્યા નથી.

પશ્ચિમ બંગાળના ડીજી અને આઈજીપી મનોજ માલવિયાએ જણાવ્યું કે, 8 જુલાઈએ એક મહિલાની સતામણીની ફરિયાદ મળી હતી. આ ફરિયાદ ઈમેલથી મળી હતી. હાવડા રૂરલ એસપી આ મામલાની તપાસ કરી રહ્યા હતા અને ૧૪ જુલાઈએ એફઆઈઆર નોંધાઈ હતી. છેલ્લા કેટલાક દિવસોથી અમે આ મામલે તપાસ કરી રહ્યા છીએ. આ કેસમાં હજી સુધી કોઈ પુરાવા મળ્યા નથી. એવું કહેવામાં આવ્યું હતું કે આ ઘટના ૮ જુલાઈએ બની હતી.


Share this Article
TAGGED: ,