ઉત્તર પ્રદેશના કાનપુર ગ્રામ્ય વિસ્તારમાં એક લગ્ન સમારંભમાં વરરાજા પોતાની સાથે ફોટોગ્રાફરને લાવ્યા ન હતા, ત્યારે કન્યાએ જાનને પરત મોકલી દીધી. લગ્નના કાર્યક્રમની વચ્ચે જ્યારે દુલ્હનને ખબર પડી કે જાનમાં ફોટોગ્રાફર આવ્યા નથી, ત્યારે દુલ્હન ગુસ્સે થઈ ગઈ અને ઓસરીમાંથી ઉઠીને પડોશમાં રહેતા તેના મિત્રના ઘરે ગઈ. આ પછી, આખી રાત દુલ્હનને સમજાવવાના પ્રયાસો કરવામાં આવ્યા, પરંતુ કન્યા રાજી ન થઈ. આ પછી જાન દુલ્હન વગર પરત ફરી હતી.
મળતી માહિતી મુજબ, મંગલપુર પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામની એક યુવતીના લગ્ન ભોગનીપુર પોલીસ સ્ટેશન વિસ્તારના દીપ ગામના રહેવાસી અરુણ કુમાર સાથે જાન્યુઆરી 2022માં નક્કી થયા હતા. લગ્ન પહેલા ગોદભરાય, તિલક સહિતની તમામ વિધિઓ રાજીખુશીથી રિવાજો સાથે સંમત થઈ હતી. રવિવારે જાન સાથે વરરાજા પહોંચ્યા ત્યારે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પછી વરરાજા મંડપમાં પહોંચ્યા. જ્યારે દુલ્હન આવી ત્યારે તેને આ યાદગાર ક્ષણ પર કોઈ ફોટોગ્રાફર, વિડિયો કેમેરામેન ન દેખાતા તે મંડપમાંથી નીચે ઉતરી પડોશમાં રહેતા તેના મિત્રના ઘરે ગઈ.
બંને પક્ષના લોકોએ વરરાજા સાથે દુલ્હનને સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે રાજી ન થઈ. કન્યાએ એમ કહીને લગ્ન કરવાનો ઇનકાર કર્યો હતો કે, જેને તેના લગ્નની ચિંતા નથી, તે આખી જિંદગી મારી સંભાળ કેવી રીતે રાખી શકશે.
વરરાજા અરુણે જણાવ્યું કે તે તેના લગ્નમાં વીડિયો કેમેરામેન લાવ્યો ન હતો. આ કારણે કન્યાએ લગ્ન કરવાની ના પાડી દીધી હતી, પરંતુ બાદમાં કેમેરામેનને બોલાવવામાં આવ્યો હતો. તે પછી પણ લગ્નની ના પાડી દીધી હતી. અમને ધમકાવવા લાગ્યા ત્યારે અમે જાતે જ પોલીસને બોલાવી. પોલીસના આગમન બાદ બંને પક્ષો વચ્ચે લેવડદેવડનો કરાર થયો હતો. જે બાદ કન્યા વગરની જાન પરત ફરી હતી.