સંસદમાં હવે આ ત્રણ બિલને લઈ ગરમાવો, 4 ડિસે. થી શિયાળુ સત્ર

Lok Patrika Desk
By Lok Patrika Desk
Share this Article

તારીખ 4 ડિસેમ્બરથી સંસદનું શિયાળું સત્ર શરૂ થઈ રહ્યું છે. જેમાં મોટા નિર્ણય લેવામાં આવી શકે છે. આ સત્ર તારીખ 22 ડિસેમ્બર સુધી ચાલશે. આ સત્રના એક દિવસ પહેલા સર્વપક્ષીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તમામ રાજકીય પક્ષને હાજર રહેવા માટે કહેવામાં આવ્યું છે. આ વખતે પાંચ રાજ્યની વિધાનસભાની ચૂંટણીના પરિણામને લઈ બીજી ડિસેમ્બરના રોજ આ બેઠક બોલાવવામાં આવી રહી છે.

આ સત્રમાં ન્યાયસંહિતા સહિત ત્રણ મોટા બિલ પર ચર્ચા થવાની છે. આઈપીસી, સીઆરપીસી અને એવિડન્સ એક્ટ પર ચર્ચા થશે. આ ત્રણેય બિલને ગૃહ મામલની સંસદીય કમિટીએ પહેલાથી મંજૂરી આપી દીધી છે. આ સિવાય મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય કમિશનરોની નિમણૂંક માટેનું બિલ પણ સંસદમાં મંજૂરી માટે રજૂ કરાશે. કોંગ્રેસ સહિત અનેક વિપક્ષ આ બિલ સામે વિરોધ કરવાના મૂડમાં છે.

હાલમાં પાંચ રાજ્યની ચૂંટણી મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, તેલંગણા, મિઝોરમ એમ પાંચ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી થઈ છે.જેના પરિણામ 3 ડિસેમ્બરના રોજ આવવાના છે. આ પરિણામનો પડઘો સંસદમાં પડી શકે એમ છે. જોકે, જોવાનું એ રહે છે કે, આ સત્રમાં વિપક્ષ સરકાર પાસે એવી કઈ વિગત માગે છે. બીજી તરફ સરકાર પણ આ બિલને લઈને કોઈ મોટી કામગીરી કરવાના મૂડમાં છે. પણ બિલ પાસ થશે કે નહીં એ જોવાનું છે. આ સત્રને લઈને સંસદમાં તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે. ખાસ કરીને સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે.

આ શિયાળુસત્રમાં વિધાનસભા ચૂંટણીના પરિણામની અસર જોવા મળી શકે છે. આ સત્રમાં કેશ ફોર ક્વેરી મામલે મહુઆ મોઈત્રાના વિવાદ પર હંગામો થઈ શકે છે. મહુઆ મોઈત્રા પર રોકડ અને ભેટના બદલામાં પ્રશ્નો પૂછવાનો આરોપ છે. જેની એથિક્સ કમિટીએ તપાસ કરી હતી. જેનો રીપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. જેને હવે સંસદના આ શિયાળુ સત્રમાં રજૂ કરવામાં આવશે.


Share this Article