India NEWS: તેલંગાણાના ખમ્મમ જિલ્લામાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. હોળીના ચાર દિવસ પહેલા સ્થાનિક લોકોએ ખમ્મમ જિલ્લાના ટેકુલપલ્લીમાં દારૂની દુકાનો પર હુમલો કર્યો હતો. આ પછી તેઓએ દારૂની લૂંટ ચલાવી હતી. ચોંકાવનારી વાત એ છે કે આ લૂંટમાં મહિલાઓ પણ સામેલ હતી. જેઓ દારૂની પેટીઓ ઘરે લઇ જતી જોવા મળી હતી. પોલીસે આ મામલે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. વાઇન શોપના માલિકોનું કહેવું છે કે અંદાજે 15 થી 20 લાખની કિંમતનો દારૂ લૂંટાયો છે. બીજી તરફ આ લૂંટને લગતો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
શું છે સમગ્ર મામલો
અહેવાલ મુજબ આ ઘટના તેલંગાણાના ખમ્મમ જિલ્લાના ટેકુલપલ્લીમાં બની હતી. હોળી પહેલા વાઈન શોપમાં ઉંચા ભાવે દારૂ વેચાતો હતો. આ દરમિયાન સ્થાનિક લોકોએ ટેકુલાપલ્લી મંડળ કેન્દ્રમાં દારૂની દુકાનો પર હુમલો કર્યો હતો. જણાવવામાં આવ્યું હતું કે વાઈન શોપના માલિક સિન્ડિકેટ બનાવીને MRP કરતા 20-30 રૂપિયા વધુ ભાવે દારૂ વેચી રહ્યા હતા. જેનાથી રોષે ભરાયેલા લોકોએ દારૂની દુકાનો પર હુમલો કર્યો હતો.
ત્રણ દુકાનોમાં લૂંટ
અહેવાલ છે કે ટેકુલાપલ્લીમાં દારૂની ચાર દુકાનો છે. તેમાંથી ત્રણ દુકાનો પર સ્થાનિક લોકો સાથે મહિલાઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને દારૂની બોટલોની લૂંટ કરવામાં આવી હતી.
શા માટે વાઇન શોપ લૂંટી?
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર દુકાનદારો દારૂનું કાળાબજાર કરી અન્ય જગ્યાએ સપ્લાય કરતા હતા. આ કારણે તે વાઈન શોપમાં સારી બ્રાન્ડ રાખતો ન હતો. દુકાનમાં જે પણ બ્રાન્ડ ઉપલબ્ધ હતી તે ઊંચા ભાવે વેચાતી હતી. જેના કારણે સ્થાનિક લોકોમાં વાઈન શોપને લઈને રોષ જોવા મળ્યો હતો.
RTIમાં તમે વિચાર્યું નહીં હોય એવો ખુલાસો, લોકોની ટિકિટ કેન્સલ થઈ એમાંથી રેલવેએ કરી અધધ કરોડની કમાણી
RBI એ શા માટે મોટો નિર્ણય લઈને રવિવારે પણ આખા દેશની બેંકો ખુલ્લી રાખવાનો આદેશ આપ્યો? જાણો મોટું કારણ
દારૂની લૂંટમાં મહિલાઓ પણ સામેલ
વાઈન શોપ વિરૂદ્ધ ફરિયાદ થતાં સ્થાનિક લોકોએ દુકાનો પર હુમલો કર્યો હતો અને ત્યાંથી જે પણ દારૂની બોટલો મળી હતી તે લઈ ગયા હતા. આમાં કેટલીક મહિલાઓનો પણ સમાવેશ થાય છે. કેટલીક મહિલાઓ એક સાથે બે-ત્રણ દારૂની પેટીઓ લઈને જતી જોવા મળી હતી. સ્થળ પર હાજર લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. જેના કારણે જેને મળે તે લૂંટીરહ્યા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.