અચાનક સનસનીખેજ રહસ્યનો ખુલાસો થયો, આ એક કારણે ચહલને ભારતની ટીમમાંથી કાઢી મૂક્યો, બધા જોતા રહી ગયાં

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

Asia Cup 2023: એશિયા કપ 2023 માટે ભારતની 17 સભ્યોની ટીમમાંથી લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલની (Yuzvendra Chahal) બાદબાકી ઘણા લોકો માટે આશ્ચર્યજનક હતી. હવે અચાનક આ મામલે એક સનસનીખેજ રહસ્ય સામે આવ્યું છે. યુઝવેન્દ્ર ચહલને (Yuzvendra Chahal) એશિયા કપ 2023 ની ટીમમાંથી કેમ બહાર કરવામાં આવ્યો તેની પાછળનું મોટું કારણ બહાર આવ્યું છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ની પસંદગી સમિતિના અધ્યક્ષ અજિત અગરકરે ખુલાસો કર્યો છે કે યુઝવેન્દ્ર ચહલને એશિયા કપ 2023 ની ટીમમાંથી કેમ બહાર કરવામાં આવ્યો છે.

 

સનસનાટીભર્યું રહસ્ય ખુલ્યું

એશિયા કપ 2023 માટે ભારતની 17 સભ્યોની ટીમની જાહેરાત સોમવારે કરવામાં આવી હતી, પરંતુ યુઝવેન્દ્ર ચહલનું નામ આ ટીમમાં નહોતું. આ પછી ઘણા સવાલો ઉઠવા લાગ્યા હતા કે, ચહલને શા માટે ટીમમાં સ્થાન મળ્યું નહતુ. એશિયા કપ 2023 માટે ભારતની બોલિંગ લાઇનઅપમાં છ ફાસ્ટ બોલર ઉપરાંત ટીમમાં કુલદીપ યાદવ, અક્ષર પટેલ અને રવિન્દ્ર જાડેજાના રૂપમાં ત્રણ સ્પિનરનો સમાવેશ કરવામાં આવ્યો છે. ચહલની બાદબાકી અંગે પૂછવામાં આવતા મુખ્ય પસંદગીકાર અજિત અગરકરે કહ્યું કે, ટીમમાં બે રિસ્ટ સ્પિનર હોવા મુશ્કેલ છે અને કુલદીપ ઘણી રીતે ચહલ કરતાં આગળ છે.

 

 

ચહલને આ મોટા કારણોસર પડતો મૂકવામાં આવ્યો હતો.

ચીફ સિલેક્ટર અજીત અગરકરે (Ajit Agarkar) કહ્યું, યુઝવેન્દ્ર ચહલ ભારત માટે એક મહાન ખેલાડી છે, પરંતુ કેટલીક વાર અમારે ટીમ કોમ્બિનેશનને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવા પડે છે. અક્ષર પટેલે સારો દેખાવ કર્યો છે અને તે બેટિંગ પણ કરી શકે છે. કુલદીપ યાદવ બોલ અને બેટથી સતત શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. આ સમયે બે રિસ્ટ સ્પિનર્સને ફિટ કરવા મુશ્કેલ બની શકે છે.

 

 

આ ટીમ ઇન્ડિયાની સૌથી મોટી નબળાઇ છે.

કુલદીપ યાદવ ફોર્મમાં છે, તેણે 2022ની શરુઆતથી લઈને અત્યાર સુધી 19 વન ડેમાં 34 વિકેટ ઝડપી છે. બીજી તરફ યુઝવેન્દ્ર ચહલ આ વર્ષે માત્ર બે વન-ડે રમ્યો છે અને તેણે માત્ર ત્રણ જ વિકેટ ઝડપી છે. એક સમય હતો જ્યારે કુલદીપ યાદવ અને યુઝવેન્દ્ર ચહલ બંને વન-ડેમાં સાથે રમતા હતા, પરંતુ ભારતીય ટીમમાં ઓલરાઉન્ડર્સની ભરમારના કારણે હવે માત્ર એક માટે જ જગ્યા છે. 30 ઓગસ્ટથી 17 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારા એશિયા કપ 2023 માટે ભારતની ટીમમાં અન્ય એક બાબત ઓફ સ્પિન વિકલ્પનો અભાવ છે. પણ ફાસ્ટ બોલિંગના વધુ વિકલ્પો મેળવવા માટે અને બેટીંગમાં ઉંડાણ લાવવા માટે ભારતીય ટીમે આ કોમ્બિનેશન સાથે મેદાનમાં ઉતરવું પડશે.

 

 

જામનગરમાં રિવાબા અને મેયર વચ્ચે થયેલી બબાલના મોટા પડઘા પડ્યા, જૈન અને ક્ષત્રિય સમાજમાં મોટો ગરમાવો, સામાજિક લડાઈ શરૂ

એકદમ નાની ઉંમરે અમદાવાદના કુશ પટેલે લંડનમાં કર્યો આપઘાત, 11 દિવસ બાદ તો લાશ મળી, જાણો શું હતું કારણ

જો જીવનમાં આ આદતો હોય તો આજે અને અત્યારે જ કાઢી નાખજો, માતા લક્ષ્મી નારાજ થઈને ઘર છોડી દેશે!

 

 

ટીમ ઈન્ડિયાનો દરવાજો બંધ થતો દેખાઈ રહ્યો છે

એશિયા કપની ટીમમાંથી ચહલની ગેરહાજરી અંગે કેપ્ટન રોહિતને પૂછવામાં આવ્યું ત્યારે તેણે જવાબ આપ્યો હતો કે, અશ્વિન-ચહલ અને સુંદર આ તમામ વર્લ્ડ કપની યોજનાનો હિસ્સો છે. “તેમના માટે ટીમમાં જોડાવા માટેના દરવાજા બંધ નથી. પરંતુ દિગ્ગજ ડાબોડી ઓપનર શિખર ધવન માટે ટીમ ઈન્ડિયાનો દરવાજો હવે બંધ થઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે ભારત પાસે રોહિત, શુબમન ગિલ અને ઈશાન કિશનના રૂપમાં ત્રણ ઓપનર છે. જે બેકઅપ ઓપનિંગ ઓપ્શન્સ હોઈ શકે છે.

 

 

 


Share this Article