BREAKING: કચ્છમાં ફરી એકવાર ભૂકંપનો આંચકો અનુભવાયો, ભૂકંપની તીવ્રતા 4.7ની નોંધાઈ

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

Gujarat News: કચ્છની ધરા આજે વધુ ફરી એકવાર ધ્રુજી છે. આજે 4 વાગીને 44 મિનિટે 4.7ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. જેનું એપિ સેન્ટર ભચાઉ તાલુકાથી 21 કિલોમીટર દૂર ઉત્તર પશ્વિમ દિશાએ નોંધાયું છે. ભુકંપના આંચકાની અસર સમગ્ર જિલ્લામાં જોવા મળી છે.ભચાઉમાં સૌથી વધુ ભૂકંપનો આચંકો અનુભવાયો છે

ભૂકંપના પગલે કચ્છના ભચાઉ, નેર બંધડી, કડોલ સહિતના ગામોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. ભૂકંપની તીવ્રતા એટલી હતી કે, છતના નળિયા હલ્યા, વાસણો પડી ગયા અને લોકો ગભરાઇને ઘરની બહાર દોડી નીકળ્યા હતા


Share this Article