સ્ટાર ખેલાડી એન્ટોનિયો બ્રાઉને મોડલ એવા લુઈસને તેની હોટલમાં મોડી રાત્રે બોલાવી હતી. આ દરમિયાન તેણે કોરોના બાયો બબલની પણ ધજિયા ઉડાડી હતી. તેમણે સિક્યોરિટીને પણ ચકમો આપ્યો અને એન્ટોનીના બોલાવવા મોડલ પણ હોટેલઆવી પહોંચી હતી. એન્ટોનિયો ‘અમેરિકન ફૂટબોલ’નો સ્ટાર ખેલાડી છે. ત્યારે હવે એવા લુઈસે એન્ટોનિયો બ્રાઉનની ચેટને સાર્વજનિક કરી દીધી છે.
સોશિયલ મીડિયા સ્ટાર એવા લુઈસે જણાવ્યું કે તે પહેલીવાર વર્ષ 2018માં એન્ટોનિયો બ્રાઉનના સંપર્કમાં આવી હતી. તેમની વાતચીતની શરૂઆત સૌપ્રથમ ઇન્સ્ટાગ્રામથી શરૂ થઈ હતી. નવા વર્ષ પહેલા એન્ટોનિયો બ્રાઉને તેને હોટેલમાં આવવા આમંત્રણ આપ્યું.
પહેલા તેણીએ જવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ તે લગભગ 11 વાગે હોટેલ પહોંચી હતી. જો કે નેશનલ ફૂટબોલ લીગ (NFL લીગ) ના કારણે ખેલાડીઓ માટે કોવિડ બાયો બબલ બનાવવામાં આવ્યો હતો. જેથી ખેલાડી કોઈ બહારના વ્યક્તિના સંપર્કમાં ન આવી શકે. આ નિયમ હેઠળ, કોઈપણ ખેલાડી કોઈપણ પરિચિતને બોલાવી શકશે નહીં.
પણ તેમ છતાં એવા લુઈસ હોટલ પહોંચી હતી. ઓન્લી ફેન્સ એડલ્ટ સાઈટના સ્ટાર પ્રભાવક એવા લુઈસે જણાવ્યું કે આ સમય દરમિયાન બંને વચ્ચે શારીરિક સંબંધ પણ બન્યો હતો. બીજી તરફ, એન્ટોનિયો બ્રાઉન ઇચ્છતા હતા કે આ ખાનગી પળો ફોનમાં રેકોર્ડ કરવામાં આવે. નવા વર્ષના એક દિવસ પહેલા એન્ટોનિયો બ્રાઉનની ચેટ પણ સામે આવી છે. જેમાં તે એવાને બોલાવવાની વાત કરે છે. આ દરમિયાન તેમના ઈન્ટિમેટ રિલેશનશિપની તસવીરો પણ સામે આવી છે.