ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટે માર્ચમાં ગાઝિયાબાદમાં અલગ-અલગ જગ્યાએથી દૂધ, ઘી, પનીર અને માવાના સેમ્પલ લીધા હતા. તેમનો રિપોર્ટ આવી ગયો છે. આમાંથી અડધાથી વધુ સેમ્પલ તપાસમાં ફેલ જણાયા છે. જેમાં ભેળસેળ જોવા મળી છે. આ ખાદ્ય ચીજો ગાઝિયાબાદ તેમજ દિલ્હીમાં સપ્લાય કરવામાં આવી હતી.
ગાઝિયાબાદના ચીફ ફૂડ સેફ્ટી ઓફિસર વિનીત કુમારના જણાવ્યા અનુસાર માર્ચમાં અલગ-અલગ જગ્યાએથી 80 સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેમાં 58 સેમ્પલ ફેલ થયા હતા. દૂધ, પનીર, માવાના 31 સેમ્પલ અને ઘીના 17 સેમ્પલ સામેલ છે. જેમાં ભેળસેળ જોવા મળી છે.
હોળી આસપાસ જિલ્લામાં ભેળસેળયુક્ત ખાદ્યપદાર્થોના નમૂના લેવા માટે પાંચ ટીમો બનાવવામાં આવી હતી, ટીમોએ જિલ્લાના વિવિધ સ્થળોએથી સેમ્પલ લીધા હતા. જેમાં દૂધ અને ઘી, પનીર, માવાના 46 સેમ્પલ લેવામાં આવ્યા હતા. ટીમે તેની તપાસ માટે સેમ્પલ લખનૌની લેબમાં મોકલ્યા હતા. તેમનો તપાસ રિપોર્ટ આવી ગયો છે.
સંબંધિત સંસ્થાઓના માલિકોને જાણ કરવા અને રિપોર્ટને પડકારવા માટે નોટિસ મોકલવામાં આવશે. નોટિસનો જવાબ મળ્યા બાદ સેમ્પલને ફરીથી તપાસ માટે મોકલવામાં આવશે અને જો જવાબ નહીં મળે તો ADMની કોર્ટમાં કેસ નોંધવામાં આવશે. તપાસ રિપોર્ટ મુજબ વનસ્પતિ ઘીમાં ભેળસેળ કરવામાં આવી હતી.