જીવતી માણસાઈના દીવા
લોક પત્રિકા સ્પેશિયલ
Ahmedabad News: સેવા અને સમર્પણ થકી એક માણસ બીજા માણસની મદદ કરતો હોય છે. કદાચ જ્યાં સુધી આ સેવા અને સમર્પણ જીવતું છે ત્યાં સુધી જ દુનિયામાં માણસાઈ જીવતી રહેશે એવું કહી શકાય. ઘણા એવા લોકો અને ઘણી સંસ્થાઓ પ્રવર્તમાન પરિસ્થિતિમાં માણસોને અને નિરાધારોને મદદ કરે છે. કેટલીય સંસ્થાઓ વર્ષોથી આ ફિલ્ડમાં કાર્યરત છે. પરંતુ આજે જે સંસ્થા વિશે વાત કરવી છે એમાં ઘણી વિશેષતાઓ છે. એમનું કામ દુનિયાથી તદ્દન વિપરતી છે અને અલગ તરી આવે છે. છેલ્લા 5 વર્ષથી આ ગૃપ આખા અમદાવાદમાં સેવા આપી રહ્યું છે. સૌથી ખાસ વાત કે માત્ર મહિલાઓ જ આ ગૃપ ચલાવે છે, એમાં પણ એક મહિલા સિવાય દરેક મહિલા પરણિત છે. આ ગૃપમાં પુરુષની એન્ટ્રી પણ પ્રતિબંધિત છે. 35 મહિલાઓથી ચાલતા આ ગૃપનું નામ એટલે કે એક પ્રયાસ માનવતા કી ઓર…
એક પ્રયાસ માનવતા કી ઓર ગૃપનું જેવું નામ છે એનાથી પણ વિશેષ એમનું કામ છે. 18 ડિસેમ્બર 2018ના રોજ અમદાવાદમાં આ ગૃપનો પાયો નંખાયો. તે જે સમયે માત્ર 8 મહિલાઓ દ્વારા આ ગૃપની શરૂઆત કરવામાં આવી હતી. પરંતુ આજે આ ગૃપ એક વટવૃક્ષ બની ગયું છે અને 35 જેટલી મહિલાઓ દર મહિને આખા અમદાવાદમાં અલગ અલગ જગ્યાએ સેવાનો વરસાદ કરી રહી છે. 5 વર્ષ પુરા થતાં જ ગૃપે અનેક નવા સંકલ્પો પણ કર્યા છે અને વધારે લોકસેવા કઈ રીતે થાય એ દિશામાં કટિબદ્ધ થયા છે.
એક પ્રયાસ માનવતા કી ઓરની શરૂઆત કઈ રીતે થઈ એની વાત કરતાં વિનતીબેન જણાવે છે કે પહેલા હું બીજા ઘણા ગૃપમાં જઈને લોકોને મદદ કરતી. આમ તો હું ગુજરાતની નથી, પણ જ્યારથી ગુજરાતમાં આવી છું ત્યારથી જ સેવા કરવામાં હંમેશા અવલ્લ રહી છું. ત્યારબાદ હું જે ગૃપમાં હતી ત્યાં ધીરે ધીરે કામ ઓછું થવા લાગ્યું. લોકો પણ વૃદ્ધ હતા એટલે જવાબદારી મારા પર વધારે આવી. ત્યારબાદ મારી પરિવારની પણ જવાબદારી વધી. આ રીતે હું એ બધા ગૃપથી અલગ પડી અને મારું પોતાનું ગૃપ કરવાનું મે વિચાર્યું. એ રીતે 2018માં 18સ ડિસેમ્બરના રોજ મારા ગૃપ એક પ્રયાસ માનવતા કી ઓરની શરૂઆત થઈ.
એક પ્રયાસ માનવતા કી ઓરની અલગ અલગ સેવાઓ વિશે વાત કરીએ તો આ ગૃપ આખા અમદાવાદમાં દરેક વિસ્તારમાં પ્રવૃતિ કરે છે. દર મહિને એક એક જગ્યાએ જવાનું અને સેવાકીય પ્રવૃતિ કરવાની. આ પ્રવૃતિમાં વાત કરવામાં આવે તો અનાથ આશ્રમમાં જઈને બાળકોને મદદ કરવી, વૃદ્ધાશ્રમમાં જઈને ત્યાંના બા દાદાને આનંદ મળે એવા કાર્યો કરવા, ફૂટપાથ અને ઝુંપડપટ્ટીમાં રહેતા બાળકો માટે શૈક્ષણિક પ્રવૃતિ કરવી, પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ માટે પરીક્ષામાં રાઈટરની સુવિધા પુરી પાડવી, જરૂરિયાતમંદ બાળકોને ભણવામાં એમની શાળાની ફી ભરવી, કોરોનામાં જીવ દાવ પર લગાવીને લોકોની સેવા કરવી, ગરીબ માણસોને અનાજની કિટ વિતરણ કરવી, સિવિલમાં આવતા બહારના દર્દીઓ માટે રહેવાની વ્યવસ્થા… જેવી અનેક સેવાઓ આ ગૃપ દ્વારા આપવામાં આવી રહી છે.
સિવિલની સેવા વિશે વિશેષ ઉલ્લેખ કરીએ તો છેલ્લા 3 વર્ષથી આ ગૃપ દ્વારા એક રહેવાની વ્યવસ્થા કરવામાં આવે છે. એક બિલ્ડીંગ ભાડે રાખવામાં આવે છે અને ત્યાં બહારગામની આવતા લોકોને રહેવા માટે બિલકુલ ફ્રીમાં સુવિધા આપવામાં આવે છે. જ્યારે કોઈ બહારના જિલ્લામાંથી ગામડાના ગરીબ લોકો આવે તો અમદાવાદમાં એમને હોટેલના ભાડા ન પોસાય, બીજી વસ્તુ કે એમને કોઈ સગા વ્હાલા પણ ન હોય… તો આવા લોકોને બસ સ્ટેશન કે રેલવે સ્ટેશન પર રાતો વિતાવવી ના પડે એ માટે આ ગૃપ ખરેખર ભગવાનનું કામ કરે છે. આવા દર્દીઓને અને એમના સગાને જેટલા દિવસ રહેવું એ ત્યાં રહી શકે છે અને સેવાનો લાભ લઈ શકે છે.
કોરોના વિશેની સેવા પણ કાલિબ-એ-દાદ છે. કારણ કે આ દરેક મહિલાઓ પરિવાર સાથે રહે છે. એમના ઘરે પતિ, બાળકો અને સાસુ સસરા છે. કોરોના એવો સમય હતો કે જ્યાં સગો બાપ પણ દિકરા વિશે નહોતો વિચારતો. એવા સમયે અન્ય લોકો માટે વિચારવું એ ખરેખર ખુબ મોટી વાત છે. આ મહિલાઓ આર્યુવેદિક કિટ બનાવી દરેક જગ્યાએ વિતરણ કરવા જતી. સિવિલ હોસ્પિટલ, મેડિકલ સ્ટાફ, પોલીસ સ્ટાફ, ઝુપડીપટ્ટીના વિસ્તારમાં…. વગેરે જેવા લોકોમાં આ કિટનું જીવના જોખમે વિતરણ કરવામાં આવ્યું હતું. સૌથી મોટી વાત કે કોઈને હજુ પણ તકલીફ નહોતી પડી અને સરસ રીતે કોરોનામાં પણ એક પ્રયાસ માનવતા કી ઓર ગૃપે સમાજમાં દાખલો બેસાડે એવી પ્રવૃતિ કરી હતી.
આ 35 મહિલાઓ પરિણીત છે. એથી સ્વાભાવિક છે કે એમના પરિવારમાં પણ જવાબદારી છે. છતાં પણ આ 35 મહિલાઓ પોતાના પરિવારની સાથે સાથે બિઝનેસની સાથે સાથે નોકરીની સાથે સાથે સરસ સેવા આપી રહ્યા છે. પરિવાર પણ મોટાપાયે સપોર્ટ કરી રહ્યો છે. કોઈ જ મહિલાનો પરિવાર એવો નથી કે જેણે આવા સેવાના કામમાં વિઘ્ન ઉત્પન કર્યું હોય. આ મહિલાઓ પોતે વાત કરવા જણાવે છે કે અમારો પરિવાર પણ આ કામમાં તન-મન-ધનની સહકાર આપે છે. અમારા પતિઓનો સપોર્ટ પણ અદ્ભૂત છે.
આ ગૃપે અત્યાર સુધીમાં 4 બાળકોની ભણવાની ફી પણ ભરીને સેવાકીય કાર્ય કર્યું. ગુજરાત અને ગુજરાત બહારના એવા જરૂરિતામંદ વિદ્યાર્થી માટે પણ ગૃપ વર્ષોથી કાર્ય કરતું આવ્યું છે. દિવ્યાંગોના કાર્ય માટે વાત કરીએ તો જ્યારે પણ પ્રજ્ઞાચક્ષુ મિત્રોની પરીક્ષા ચાલતી હોય ત્યારે રાઈટરની વિપુલ માત્રામાં જરૂર પડતી હોય છે. આ ગૃપ હંમેશા પરીક્ષામાં પેપર લખવા માટે તપ્તર રહે છે અને અત્યાર સુધીમાં હજારો પ્રજ્ઞાચક્ષુ મિત્રોને મદદ કરી ચૂક્યા છે.
ગૃપના પ્રમુખ અને 7 ટ્રસ્ટીઓ વિશે વાત કરીએ તો…
1. Vinti Jain ( Founder & President)
2. Rinki Patel
3. Divya Jain
4. Urvashi Dhabi
5. Krishna patel
6. Payal Mevada
7. Asha Patel
આર્થિક સહયોગ માટેની વાત કરીએ તો આ દરેક 35 મહિલાઓ દર મહિને 500-500 જેટલી રકમ પોતાના સેવિંગમાંથી બચાવે છે અને સેવાકીય કાર્ય કરે છે. કોઈ વધારે રૂપિયા પણ આપે છે. તો વળી બહારથી પણ કોઈકનું દાન આવે છે. આ રીતે આર્થિક સપોર્ટની પણ ચિંતા રહેતી નથી. છતાં આપમાંથી કોઈને આર્થિક સહાય કરવી હોય તો નીચે આપેલી વિગતો પરથી કરી શકો છો. Acc. No.2647879803, વિનતી જૈન: +91 93761 85191