Politics News: અભિનેતા ગોવિંદા સાથે જોડાયેલા મોટા સમાચાર આવી રહ્યા છે. તે લોકસભાની ચૂંટણી લડી શકે છે. ગુરુવારે તેઓ મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેને મળવા આવ્યા હતા. આ પછી સીએમ શિંદેએ તેમને તેમની પાર્ટી શિવસેનાની સદસ્યતા આપી. આ પછી હવે ચર્ચા છે કે તેઓ આગામી લોકસભા ચૂંટણી લડશે.
મળતી માહિતી મુજબ ગોવિંદાને સીએમ શિંદેની પાર્ટી શિવસેના (શિંદે જૂથ) તરફથી ટિકિટ મળી શકે છે. શિંદેની પાર્ટી ગોવિંદાને મુંબઈ ઉત્તર પશ્ચિમ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડાવી શકે છે. ઉદ્ધવ ઠાકરે (શિવસેના જૂથ) દ્વારા અમોલ કીર્તિકરને આ બેઠક પરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
#WATCH | Maharashtra CM Eknath Shinde with Veteran Bollywood actor Govinda.
Govinda is likely to join the Eknath Shinde-led Shiv Sena in Maharashtra
(Source: Shiv Sena) pic.twitter.com/Wqvq3zlC4l
— ANI (@ANI) March 28, 2024
તમને જણાવી દઈએ કે આ પહેલા બુધવારે ગોવિંદાએ શિવસેના (એકનાથ શિંદે જૂથ)ના પ્રવક્તા અને પૂર્વ ધારાસભ્ય કૃષ્ણા હેગડે સાથે પણ બેઠક કરી હતી. ત્યારથી રાજકીય વર્તુળોમાં ગણગણાટ શરૂ થઈ ગયો હતો કે ગોવિંદ ફરી એકવાર રાજકારણમાં કમબેક કરવા જઈ રહ્યા છે. તેને જોતા તેમણે શિવસેના શિંદે જૂથની સભ્યતા લીધી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર તેમની સીટની પણ ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે.
એ સમયની વાત કે જ્યારે ભારતમાં બધાને મત આપવાનો અધિકાર નહોતો, સિસ્ટમ જાણીને તમારા રુવાડાં ઉભા થઈ જશે!
‘ઉભો રે બેન ***, શ્વાસ તો લેવા દે… વિરાટ કોહલીએ સ્પિનરને ગાળ આપી, વીડિયો વાયરલ થતાં હાહાકાર
માર્ચમાં આકરો તાપ અને એપ્રિલમાં પવનના સુસવાટા સાથે મેઘરાજા ખાબકશે…. અંબાલાલની નવી આગાહીથી ફફડાટ
ગોવિંદા માટે આ પહેલી ચૂંટણી ઈનિંગ નહીં હોય. આ પહેલા તેઓ 2004 થી 2009 સુધી સાંસદ રહી ચુક્યા છે. ત્યારબાદ કોંગ્રેસ પાર્ટી તરફથી ચૂંટણી લડ્યા હતા. તે સમયે ગોવિંદા ઉત્તર મુંબઈથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. ત્યારબાદ તેમણે ચૂંટણીમાં ભાજપના રામ નાઈકને હરાવ્યા હતા.