Politics News: ભારતના સૌથી ધનિક ઉદ્યોગપતિ અને અભિનેતાના નામ અને સંપત્તિ વિશે દરેક જણ જાણે છે. પરંતુ, શું તમે દેશના સૌથી અમીર નેતાઓ વિશે જાણો છો? કદાચ તમે તેમના વિશે બહુ ઓછું સાંભળ્યું હશે.
કારણ કે, મોટા ભાગના નેતાઓ તેમની સંપત્તિ સંપૂર્ણ રીતે જાહેર કરતા નથી. જો કે તમામ નેતાઓએ ચૂંટણી સોગંદનામામાં પોતાની મિલકતોની વિગતો આપવાની રહેશે. તેના આધારે અમે તમને દેશના સૌથી અમીર અને ગરીબ નેતાઓ વિશે જણાવીશું. આખરે કયા નેતા પાસે કરોડોની સંપત્તિ છે? કેટલાક નેતાઓ પાસે હજારો રૂપિયા પણ નથી.
લાઈવ મિન્ટના અહેવાલ મુજબ એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર) એ 28 રાજ્ય વિધાનસભાઓ અને બે કેન્દ્રશાસિત પ્રદેશોના 4001 વર્તમાન ધારાસભ્યોનું વિશ્લેષણ કર્યા પછી વર્ષ 2023 માં ભારતીય ધારાસભ્યોની સંપત્તિ પર એક અહેવાલ બહાર પાડ્યો હતો. જેમાં સૌથી અમીર ધારાસભ્યોની માહિતી આપવામાં આવી હતી.
આશ્ચર્યની વાત એ છે કે આ રિપોર્ટ અનુસાર એક નેતા પાસે 1400 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ છે જ્યારે એક ધારાસભ્ય પાસે માત્ર 1700 રૂપિયાની સંપત્તિ છે. પ્રોપર્ટી અંગે આપવામાં આવેલા આ આંકડા વર્ષ 2019, 2021, 2022 અને 2023ના જાહેરનામા પર આધારિત છે.
ભારતમાં, કર્ણાટકના નાયબ મુખ્ય પ્રધાન ડીકે શિવકુમાર 1,413 કરોડની સંપત્તિ સાથે દેશના સૌથી ધનાઢ્ય ધારાસભ્ય છે. જ્યારે પશ્ચિમ બંગાળના ભાજપના ધારાસભ્ય પાસે દેશમાં સૌથી ઓછી સંપત્તિ 1,700 છે. ખાસ વાત એ છે કે ભારતના સૌથી ધનિક ધારાસભ્યોમાં ચાર ધારાસભ્ય કોંગ્રેસના છે જ્યારે ત્રણ ભાજપના છે.
કોંગ્રેસના ધારાસભ્ય ડીકે શિવકુમાર પાસે 1,413 કરોડની સંપત્તિ છે.
IND ધારાસભ્ય KH પુટ્ટસ્વામી ગૌડા પાસે કુલ 1,267 કરોડની સંપત્તિ છે.
કોંગ્રેસના ધારાસભ્ય પ્રિયા કૃષ્ણાની કુલ સંપત્તિ 1,156 કરોડ છે.
ટીડીપી ધારાસભ્ય એન ચંદ્રબાબુ નાયડુ પાસે 668 કરોડની સંપત્તિ છે.
ભાજપના ધારાસભ્ય જયંતિભાઈ સોમાભાઈ પટેલ પાસે 661 કરોડની સંપત્તિ છે.
આ સિવાય સુરેશ બીએસ, વાયએસ જગન મોહન રેડ્ડી, પરાગ શાહ, ટીએસ સિંહદેવ અને મંગલપ્રતાપ લોઢા પણ દેશના સૌથી ધનિક ધારાસભ્યોની યાદીમાં સામેલ છે.
એ સમયની વાત કે જ્યારે ભારતમાં બધાને મત આપવાનો અધિકાર નહોતો, સિસ્ટમ જાણીને તમારા રુવાડાં ઉભા થઈ જશે!
‘ઉભો રે બેન ***, શ્વાસ તો લેવા દે… વિરાટ કોહલીએ સ્પિનરને ગાળ આપી, વીડિયો વાયરલ થતાં હાહાકાર
માર્ચમાં આકરો તાપ અને એપ્રિલમાં પવનના સુસવાટા સાથે મેઘરાજા ખાબકશે…. અંબાલાલની નવી આગાહીથી ફફડાટ
ભાજપના ધારાસભ્ય નિર્મલ કુમાર ધારાની કુલ સંપત્તિ 1,700 છે.
IND ધારાસભ્ય મકરંદ મુદુલીની કુલ સંપત્તિ 15,000 હોવાનું જાણવા મળ્યું હતું.
AAP ધારાસભ્ય નરિન્દર પાલ સિંહની કુલ સંપત્તિ 18,370 છે.
AAP ધારાસભ્ય નરિંદર કૌર ભારજની કુલ સંપત્તિ 24,409 છે.
જેએમએમના ધારાસભ્ય, મંગલ કાલિંદીની કુલ સંપત્તિ 30,000 છે.
આ સિવાય રામ કુમાર યાદવ, અનિલ કુમાર અનિલ પ્રધાન, રામ ડોંગરે અને વિનોદ ભીવા નિકોલે પણ ઓછી સંપત્તિ ધરાવતા ધારાસભ્યો છે.