POLITICAL NEWS: પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ કોંગ્રેસમાં ચિંતાની સ્થિતિ જામી છે. કોંગ્રેસ માત્ર તેલંગણામાં જ પોતાની સરકાર બનાવવામાં કામયાબ રહી છે, બાકી રાજસ્થાન સહિત અન્ય ત્રણ રાજ્યોમાં તેમને હારનો સમનો કરવો પડ્યો હતો. ચૂંટણી પરિણામો બાદ કોંગ્રેસે સંસદીય રણનીતિ સમુહની તાત્કાલિક એક બેઠક બોલાવવામાં આવી હતી. કોંગ્રેસની આ મીટિંગ પાર્ટીના સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધીના નિવાસ સ્થાન પર બોલવામાં આવી હતી. આ બેઠકમાં સંસદનાં શિયાળુ સત્ર પર ચર્ચા કરવામાં આવી હતી.
સોનિયા ગાંધીના નિવાસ સ્થાન પર યોજાઈ બેઠક
આ મીટિંગ પાર્ટીના સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધીના નિવાસ સ્થાન પર યોજાઈ હતી. બેઠકમાં સંસદના શિયાળુ સત્ર પર ચર્ચા કરવામાં આવી હતી તેમજ અન્ય કેટલાક મુદ્દાઓ પર ચર્ચા કરવામા આવી હતી. આ બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાઅર્જુન ખરગે સહિત પાર્ટીના વરિષ્ટ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
હવે પ્રશ્ન એ ઉભો થાય છે કે ઇન્ડિયા ગઠબંધનનું શું થશે. કારણ કે આ વખતે કોંગ્રેસની રાજનિતીમાં કેટલીક ખામી રહી ગઈ હશે ત્યારે જ તેમને ભાજપ સામે હારનો સ્વાદ ચાખવો પડ્યો હશે. કારણ કે એક પછી એક રાજ્ય કોંગ્રેસની સત્તામાંથી નિકળતા જાય છે. જો કે કોંગ્રેસે ભારત રાષ્ટ્ર સમિતિ પાસેથી તેલંગાણાને જીતીને દક્ષિણ ભારતમાં મોટી જીત મેળવી હતી. કર્ણાટક બાદ દક્ષિણ ભારતમાં પાર્ટીની આ બીજી જીત છે.
તો, રાહુલ ગાંધી ‘મોયે મોયે’
મૃત્યુને હરાવીને 422 કલાક પછી બહાર નીકળેલો પહેલો મજૂર કોણ હતો? કઈ રીતે બહાર આવ્યો અને પછી શું થયું??
12 નવેમ્બરથી લઈને 28 નવેમ્બર સુધી 17 દિવસ ટનલમાં શું-શું થયું? જાણો પહેલા જ દિવસથી આખી કામગીરી વિશે
જો તમે પ્રખર સોશિયલ મીડિયા યુઝર છો, તો તમે અત્યાર સુધીમાં વાયરલ ‘મોયે મોયે’ ટ્રેન્ડમાં આવી ગયા હશો. આ વાયરલ સનસનાટીભર્યા સર્બિયન ગીતથી ઉદ્દભવ્યું છે. આ સોશિયલ મીડિયા ટ્રેન્ડને અનુસરીને ભાજપના કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે પણ તેના પર હોપ કર્યો અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની મજાક ઉડાવવા માટે આ ગીતનો ઉપયોગ કર્યો.