Politics News: લોકસભા ચૂંટણીનું રણશીંગુ ફૂંકાઈ ગયું છે. હવે નવી નવી બબાલો સામે આવતી રહેશે. એવી જ એક ઘટના આજે પ્રકાશમાં આવી છે. ઉત્તર પ્રદેશના અમેઠી જિલ્લાના ગૌરીગંજ તાલુકાના એક ગામમાં રસ્તાનું નિર્માણ ન થવાથી નારાજ સ્થાનિક લોકોએ આગામી લોકસભા ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. લાંબા સમયથી વીવીઆઈપી જિલ્લો ગણાતા અમેઠીના ગૌરીગંજ તાકુલાના જામો ડેવલપમેન્ટ બ્લોકમાં અલ્પી તિવારી ગ્રામ સભામાં સ્થિત સરમેન પૂર્વાના રહેવાસીઓએ ગામની બહાર ‘રોડ નહીં તો મત નહીં’ના નારા સાથે બેનર લગાવ્યું છે. અને ‘નેતાઓ, શરમ કરો’… એવું પણ લખવામાં આવ્યું છે. આ સાથે જ લખ્યું કે આઝાદી બાદથી અમે નરક જેવું જીવન જીવવા માટે મજબૂર છીએ.
જિલ્લા વહીવટીતંત્રનું કહેવું છે કે આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે અને સમસ્યાના ઉકેલ માટે તમામ પ્રયાસો કરવામાં આવશે. સરમેન પૂર્વા ગામના રહેવાસી ઓમપ્રકાશ ઓઝાએ મંગળવારે જણાવ્યું હતું કે ગામમાં પહોંચવા માટે કાયમી રસ્તાના અભાવે ખૂબ જ મુશ્કેલ છે અને વરસાદની મોસમમાં પરિસ્થિતિ વધુ ખરાબ થઈ જાય છે. તેમણે કહ્યું, ‘સ્થિતિ એવી છે કે ગામના લોકોને તેમના બાળકોના લગ્ન અન્ય કોઈ જગ્યાએ ગોઠવવા માટે મજબૂર થવું પડે છે.’ તેમણે કહ્યું કે ગામમાં ગટરની કોઈ વ્યવસ્થા નથી. તેમણે કહ્યું કે પીવાના પાણીની યોગ્ય વ્યવસ્થા નથી અને જલ જીવન મિશન હેઠળ દરેક ઘરમાં નળનું પાણી પહોંચાડવાની યોજના પણ આ ગામમાં પહોંચી નથી. આ ગામ અમેઠી લોકસભા મતવિસ્તારનો એક ભાગ છે, જે નહેરુ-ગાંધી પરિવારનો રાજકીય ગઢ હતો, જેણે ઘણા દાયકાઓ સુધી કેન્દ્રમાં સત્તા પર વર્ચસ્વ જમાવ્યું હતું અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની છેલ્લા પાંચ વર્ષથી અહીંથી સાંસદ છે.
ગામના અન્ય રહેવાસી રામ અભિલાષે કહ્યું કે આઝાદી બાદ આ ગામનો વિકાસ થયો નથી. તેમણે કહ્યું કે સ્થાનિક લોકો તેમના જનપ્રતિનિધિઓને ફરિયાદ કરતા રહ્યા પરંતુ કોઈએ સાંભળ્યું નહીં. તેમણે કહ્યું, ‘સતતની અવગણનાથી કંટાળીને ગ્રામવાસીઓએ હવે સંપૂર્ણ રીતે તેમનું મન બનાવી લીધું છે કે જ્યાં સુધી સમસ્યાઓનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી તેઓ આગામી લોકસભા ચૂંટણીનો સંપૂર્ણ બહિષ્કાર કરશે.’ગૌરીગંજના ડેપ્યુટી ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ દિગ્વિજય સિંહે આ સંદર્ભમાં જણાવ્યું હતું. તેમણે કહ્યું કે તેમને આ ઘટના વિશે માહિતી મળી છે અને આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. ‘તપાસ પછી, સમસ્યાના ઉકેલ માટે તમામ પ્રયાસો કરવામાં આવશે.’ અમુક મર્યાદિત સમયગાળાને બાદ કરતાં અમેઠીના લોકો સતત કોંગ્રેસના ઉમેદવારોને ચૂંટતા રહ્યા છે.
હોળી પહેલા આકાશમાંથી મુસીબત વરસશે! ક્યાંક આકરો તાપ તો ક્યાંક કરા રંગમાં ભંગ પાડશે, જાણો નવી આગાહી
એક જ ઝાટકે મુકેશ અંબાણીની રિલાયન્સે 81,763 કરોડ રૂપિયા ગુમાવ્યા, SBI ને પણ ધોળા દિવસે તારા દેખાયા!
પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના પુત્ર સંજય ગાંધી વર્ષ 1980માં અમેઠી લોકસભા બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. તેમના મૃત્યુ પછી યોજાયેલી પેટાચૂંટણીમાં, ઈન્દિરાના મોટા પુત્ર રાજીવ ગાંધીએ આ બેઠક પર બે લાખથી વધુ મતોથી જીત મેળવી હતી. રાજીવ 1984, 1989 અને 1991માં પણ આ સીટ પરથી જીત્યા હતા. તેમના પુત્ર રાહુલ ગાંધી 2004 થી 2019 સુધી અમેઠીથી સાંસદ હતા. 2019ની લોકસભા ચૂંટણીમાં રાહુલને હરાવનાર કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીનો પાંચ વર્ષનો કાર્યકાળ પણ પસાર થઈ ગયો છે. ગયા અઠવાડિયે સંગ્રામપુર ડેવલપમેન્ટ બ્લોકના ભવાનીપુર ગામના લોકોએ ‘નો રોડ, નો વોટ’નું બેનર પણ લગાવ્યું હતું. જોકે, વહીવટી અધિકારીઓએ સમસ્યાનું નિરાકરણ લાવવાની ખાતરી આપીને રોષે ભરાયેલા લોકોને શાંત પાડ્યા હતા.