નવાઝ શરીફ માનસેરા બેઠક પરથી ચૂંટણી હારી ગયા છે. અપક્ષ ઉમેદવાર શાહજાદા ગસ્તાસપે તેમને કારમી હાર આપી હતી. શાહજાદા ગસ્તાસપને 74,713 વોટ મળ્યા જ્યારે નવાઝને 63,054 વોટથી સંતોષ માનવો પડ્યો. પાકિસ્તાનમાં નેશનલ એસેમ્બલી અને પ્રાંતીય ચૂંટણીઓ માટે મતદાન સમાપ્ત થયા બાદ મતગણતરી ચાલુ છે.
જોકે, સત્તાવાર પરિણામો આજે એટલે કે 9મી ફેબ્રુઆરી સુધીમાં જ આવવાની ધારણા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઈમરાન ખાનની પાર્ટીના ઉમેદવાર 154 સીટો પર આગળ છે, જ્યારે નવાઝ શરીફની પાર્ટી PML(N) અને બિલાવલ ભુટ્ટોની પાર્ટી PPP 47-47 સીટો પર આગળ છે. ચાર બેઠકો પર અન્ય પક્ષોના ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે. ઈમરાન ખાનની પાર્ટીના અધ્યક્ષ બેરિસ્ટર ગૌહર અલી ખાને દાવો કર્યો છે કે તેમની પાર્ટી સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે.