તમિલનાડુમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીંના વેલ્લોરમાં એક મહિલાને મારી મારીને અધમરી કરી નાખી હતી. તેના શરીર પરથી કપડા ઉતારી દીધા અને તેને ઢસડી હતી. મહિલા સાથે આ નિર્મમતા 120 લોકોએ મળીને કરી હતી. એટલું જ નહીં ચોંકાવનારી બાબત એ છે કે, મહિલાનો પતિ ભારતીય સેનામાં છે અને હાલમાં તે કાશ્મીરમાં તૈનાત છે. મહિલાની હાલત ગંભીર છે અને તેને હોસ્પિટલમાં દાખલ કરી છે. સેનાના જવાન હવાલદાર પ્રભાકરનની પત્નીન સ્થાનિક ગુંડાઓએ ખરાબ રીતે મારવાની ઘટના વાયરલ થઈ ગઈ. કહેવાય છે કે, મહિલાને જીએચ વેલ્લોર અદુક્કમપરાઈમાં દાખલ કરાઈ છે.
મહિલાના પતિએ ઘટનાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર શેર કર્યો અને તમિલનાડૂ સરકાર પાસે ન્યાયની માગ કરી છે. વીડિયોમાં તે કહી રહ્યો છે કે, હું દેશને દુશ્મનોથી બચાવવા માટે ભારતીય સેનામાં છું અને હાલમાં કાશ્મીરમાં તૈનાત છું, મારા ઘરથી સેંકડો કિમી દૂર છું. મારી પત્નીને અર્ધનગ્ન કરી દીધી અને ખરાબ રીતે મારી. વીડિયોમાં તે હાથ જોડીને ઘુંટણીયે પડીને ન્યાય માગતો દેખાઈ રહ્યો છે.
સેનાના જવાન હવાલદાર પ્રભાકરનની પત્નીન સ્થાનિક ગુંડાઓએ ખરાબ રીતે મારવાની ઘટના વાયરલ થઈ ગઈ. કહેવાય છે કે, મહિલાને જીએચ વેલ્લોર અદુક્કમપરાઈમાં દાખલ કરાઈ છે.
આ પણ વાંચો
વાવાઝોડા બિપોરજોયે ફરી પોતાની દિશા બદલી, ગુજરાત માટે ચિંતાનું પ્રમાણ વધ્યું
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની બિપરજોય વાવાઝોડાને લઈ મોટી આગાહી, આ જીલ્લામાં પડશે અતિભારે વરસાદ
અખિલ ભારતીય પૂર્વ સૈનિક સેવા પરિષદ તમિલનાડૂના વરિષ્ઠ ઉપાધ્યક્ષ એન થીઆગરાજન વેટેરને કહ્યું કે, હું આ ઘટનાની નિંદા કરુ છું અને તાત્કાલિક પ્રતિક્રિયા અને કાર્યવાહીનો અનુરોધ કરુ છું. તેમણે કહ્યું કે, આપણે કઈ દુનિયામાં છીએ? તમિલનાડૂમાં મારી પત્નીને બચાવવા માટે કાશ્મીરમાં ડ્યુટી પર તૈનાત સેનાનો એક જવાન આ દયનિય સ્થિતીમાં છે. જ્યારે કોઈ સૈનિક દેશની રક્ષા માટે જાય છે, તો સૈનિકની પત્ની અને પરિવારની દેખરેખ કરવી સરકારની સર્વોચ્ચ જવાબદારી હોય છે. તમિલનાડૂમાં આ પ્રકારની ઘટના કાનૂનવિહીન સ્થિતી દર્શાવે છે. હું અનુરોધ કરુ છું કે, આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે અને મહિલાઓના સન્માનને બચાવવામાં આવે.