BREAKING: અફઘાનિસ્તાનના નુરિસ્તાનમાં ભયાનક ભૂસ્ખલન, 25ના મોત, ઘણા લોકો કાટમાળ નીચે દટાયા

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

અફઘાનિસ્તાનના નુરિસ્તાન પ્રાંતમાં ભૂસ્ખલનને કારણે લગભગ 25 લોકોના મોત થયા છે. આ સિવાય નૂરગારમ જિલ્લામાં ભૂસ્ખલનને કારણે લગભગ 10 લોકો ઘાયલ થયાના સમાચાર છે. માહિતી અને સંદેશાવ્યવહારના વડા મોહમ્મદ અબ્દુલ્લા જાને આ ઘટનાની માહિતી આપતા કહ્યું કે, ભારે વરસાદને કારણે નૂરગારમ જિલ્લાના નાકરાહ ગામમાં ઘણા પર્વતો સરકી ગયા છે. જેના કારણે પ્રજાના નાણાંનું મોટું નુકસાન થયું છે. આ કુદરતી આફતમાં 15 થી 20 જેટલા મકાનો ધરાશાયી થયા છે.

કોમ્યુનિકેશન ચીફ દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું છે કે તાજેતરના વરસાદને કારણે નુરિસ્તાન, કુનાર અને પંજશીર પ્રાંતમાં રસ્તાઓ બ્લોક થઈ ગયા છે. ખામા પ્રેસ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ મંત્રાલય દ્વારા પ્રાપ્ત માહિતીના આધારે, પંજશીર પ્રાંતમાં હિમપ્રપાત થયો હોવાના અહેવાલ છે. તેની અસરથી 5 જેટલા કર્મચારીઓ ગુમ થઈ ગયા છે.


Share this Article