અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર અકસ્માત કરી 9 લોકોને મોતને ઘાટ ઉતારનાર આરોપી તથ્ય પટેલ અને તેમના પિતા પ્રજ્ઞેશ પટેલને અમદાવાદ જિલ્લા કોર્ટમાં રજૂ કરાયો હતો. પોલીસે તથ્યના 5 દિવસના રિમાન્ડ માગ્યા હતા. જો કે, મિરઝાપુર કોર્ટે સોમવારે સાંજે 4 વાગ્યા સુધીના એટલે કે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.જ્યારે તેમના પિતા પ્રજ્ઞેશ પટેલની 14 દિવસની જ્યુડીશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.
આરોપીના વકીલ નિસાર વૈદ્યની રજૂઆત કરી હતી કે 19 વર્ષનો છોકરો સિમ્સ હોસ્પિટલમાં ICUમાં હતો, તેની પર મીડિયા ટ્રાયલ થઈ. ઘટનાસ્થળે 50-100 લોકોના ટોળાએ આરોપીને માર્યો. ઘટનાસ્થળેથી આરોપીને પિતા લઈ ગયા એટલે તેમને આરોપી બનાવાયા. મારનાર પ્રત્યે લાગણી હોય તો જીવનાર પ્રત્યે પણ હોય. આરોપીનાં માતા-પિતાને ફોન આવ્યો એટલે તેઓ ઘટનાસ્થળે ગયા. આની પાછળ પોલિટિકલ મોટિવ છે.આ આખો મુદ્દો રાજનૈતિક બનાવી દેવાયો છે. આને રાજનીતિ રમત બનાવી દેવાઈ પ્રજ્ઞેશને ફીટ કરી દેવા આરોપી બનાવાયો છે.
તો બીજી તરફ રિમાન્ડ માંગવાના કારણો પણ સામે આવ્યા છે. વકીલે કહ્યું કે, તપાસ માટે પૂરતો સમય મળ્યો નથી. કયા કયા લોકોને મળ્યા, રેસ્ટોરન્ટની તપાસ કરવાની છે. મોબાઈલ વિગતો મેળવવાની છે.આરોપીઓ તપાસમાં સહકાર આપતા નથી. સોશ્યલ મીડિયા પર મુકેલી ભયજનક ડ્રાઈવિંગ અંગેની પોસ્ટની તપાસ માટે સમયની જરુર છે.તથ્ય પટેલને અમદાવાદ જિલ્લા કોર્ટમાં રજૂ કરાયો હતો. કોર્ટ રૂમમાં પણ જવાની જગ્યા ન હતી.
હદ થઈ ગઈ પણ!! ક્લાસ રૂમથી લઈને બાથરૂમ સુધી કોન્ડોમના પેકેટ, પંચાયત ચૂંટણી પછી કેવી છે શાળાની હાલત?
આ તો નસીબ સારા કે આવું થઈ ગયું, બાકી તથ્ય પટેલના કારણે 9 કરતાં પણ વધારે જિંદગીઓ અસ્ત થઈ ગઈ હોત
કોર્ટરૂમ ખીચોખીચ ભરેલો હતો. કોર્ટ પરિસરમાં પોલીસ-બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પોલીસ કોરિડોર બનાવીને આરોપી તથ્ય પટેલને કોર્ટ પરિસરના આઠમા માળે હાજર કરવામાં આવ્યો હતો. જ્યાં પબ્લિક પ્રોસિક્યુટર અને બચાવ પક્ષ વચ્ચે પોણો કલાક દલીલો ચાલી હતી.તથ્ય સાથેના 5 લોકો પોલીસ સમક્ષ હાજર થયાં હતાં. તમામના બ્લડ સેમ્પલ લેવાયાં.