ઉત્તર પ્રદેશમાં ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર રાવણ પર ગોળીબાર કરનાર 4ની ધરપકડ

Lok Patrika Desk
By Lok Patrika Desk
up
Share this Article

ભીમ આર્મીના નેતા ચંદ્ર શેખર રાવણ પર હુમલો કરનારા 4 હુમલાખોરોની પોલીસે ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા તમામ આરોપીઓ હરિયાણાની અંબાલા કોર્ટમાં આત્મસમર્પણ કરવાની તૈયારી કરી રહ્યા હતા, તે દરમિયાન પોલીસે હુમલાખોરોની અંબાલાથી ધરપકડ કરી હતી.

ધરપકડ કરાયેલા હુમલાખોરોમાં ત્રણ દેવબંદના ગામ રણખંડીના રહેવાસી હોવાનું કહેવાય છે, જ્યારે એક હરિયાણાનો હોવાનું કહેવાય છે. તેમાંથી એક લવિશ છે, જેણે ઉત્તરાખંડમાં જેલર પર હુમલો કર્યો હતો, તે 15 દિવસ પહેલા જ જેલમાંથી છૂટ્યો છે. જાણકારી અનુસાર, SSP આ મામલે જલ્દી જ ખુલાસો કરી શકે છે.

up

નોંધનીય છે કે બુધવારે સાંજે ઉત્તર પ્રદેશના સહારનપુરમાં ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર આઝાદ પર જીવલેણ હુમલો થયો હતો. આ હુમલામાં ગોળી ચંદ્રશેખરની કમરને અડીને નીકળી ગઈ હતી. ચંદ્રશેખર આઝાદ પરના આ હુમલાને લઈને યોગી સરકાર પણ કડક હતી. આ બાબતે ટૂંક સમયમાં ખુલાસો કરવા સૂચના આપવામાં આવી હતી.

up

આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. જે બાદ પોલીસે હુમલામાં વપરાયેલી હરિયાણા નંબરની કાર કબજે કરી હતી. રાવણ પર હુમલો કરનારા ત્રણ આરોપીઓ યુપી જ્યારે હરિયાણાના છે. પોલીસને તેમની પાસેથી કોઈ હથિયાર મળ્યા નથી. પોલીસ રાવણ પર હત્યારા હુમલાના આરોપીની પૂછપરછ કરી રહી છે.

આ પણ વાંચોઃ

Adhar Pan Link Breaking: ગુજરાત સરકારની આ મોટી યોજનાને લઈ જાહેરાત, આધાર પાન લિંક નહીં હોય તો સહાય નહીં મળે

મુકેશ અંબાણીએ RRR અભિનેતા રામચરણના બાળકને ભેટમાં આપ્યું સોનાનુ પારણું, જાણો કેટલી કિંમત

બસ હવે ખાલી આટલા દિવસ, પછી ટામેટાના ભાવ એકદમ સસ્તા થઈ જશે, સરકાર તરફથી આવ્યા મોટી રાહતના સમાચાર

આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. જે બાદ પોલીસે હુમલામાં વપરાયેલી હરિયાણા નંબરની કાર કબજે કરી હતી. રાવણ પર હુમલો કરનારા ત્રણ આરોપીઓ યુપી જ્યારે હરિયાણાના છે. પોલીસને તેમની પાસેથી કોઈ હથિયાર મળ્યા નથી. પોલીસ રાવણ પર હત્યારા હુમલાના આરોપીની પૂછપરછ કરી રહી છે.


Share this Article
TAGGED: , ,