હે ભગવાન હવે ખમી જાઓ! રાજકોટમાં એક મહિનામાં 450 હાર્ટ એટેકના કિસ્સા, સામે આવેલા આંકડા જોઈને તમારાં હાજા ગગડી જશે!

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

Gujarat News : યુવાનોમાં દિવસે ને દિવસે હાર્ટ એટેકના (heart attack) કેસમાં વધારો થતો જાય છે.  રાજકોટ (rajkot) શહેરમાં છેલ્લા એક મહિનામાં હાર્ટ એટેકના 450 કેસ સામે આવ્યા છે. ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સને હાર્ટ એટેકના 450 થી વધારે કેસ નોંધાયા છે. આટલા કેસ સામે આવતા વહીવટી તંત્ર (administrative system) ચિંતામાં મુકાયું છે. નવરાત્રી સમયે જે જગ્યાએ અર્વાચીન રાસોત્સવ થતા હશે, ત્યાં હોટ સ્પોટ નક્કી કરવામાં આવશે. અને 108 માં પણ  AED મશીન મુકવામાં આવશે.

 

ગરબાના આયોજકો અને ડોક્ટર્સ સાથે કલેક્ટરે મીટિંગનું આયોજન કર્યું

રાજકોટ જીલ્લાના કલેક્ટર પ્રભવ જોશી દ્વારા આજે રાજકોટ કલેક્ટર ઓફીસ ખાતે ગરબા આયોજકો, આઇએમએના ડોક્ટર, રેડક્રોસના ડોક્ટર, મેડીકલ કોલેજના ડોક્ટર, સાંસદ સભ્ય સહિતના શહેરના મોટામાં મોટા ડોક્ટર્સ હાજર રહ્યા હતા. કલેકટરે જણાવ્યું કે ગરબા આયોજકો માટે  સીપીઆરની તાલીમ આપેલો સ્ટાફ હોવો જરૂરી, દરેક ગરબા સ્થળ પર એક મેડિકલ કાઉન્સીલર હોય,  એમ્બ્યુલન્સને આવવા જવા માટેની વ્યવસ્થા હોવી જોઇએ,  સીપીઆની જાગૃતી માટે વીડિયો નિદર્શન સહિતના તમામ મુદ્દાઓ પર આયોજકોને સુચના અપાઇ છે.

 

 

છેલ્લા 1 મહિનામાં 450 કેસ નોંધાયા

યુવાનોમાં હાર્ટ એટેકનાં વધતા જતા કેસ બાબતે કલેક્ટરે જણાવ્યું કે,  રાજકોટમાં દર મહિને 450 જેટલા હાર્ટ એટેકનાં કેસ સામે આવી રહ્યા છે.  ત્યારે નવરાત્રીએ આપણો સારો તહેવાર છે. નવરાત્રીમાં ઓવર ટ્રેસનાં કારણે કેસમાં વધારો ના થાય તેની ખાસ કાળજી રાખવામાં આવી છે.

 

 

 

1000થી વધારે લોકોના લાશોનો ઢગલો…. આજથી બરાબર 55 વર્ષ પહેલા પણ સિક્કિમમાં કુદરતે કહેર મચાવ્યો હતો

અમિતાભ બચ્ચન પૈસા કમાવાની જગ્યાએ લૂંટાઈ ગયા, ફરિયાદ નોંધાતા હવે 10 લાખનો દંડ ભરવો પડશે!

ઘોર કળિયુગનો બાપ! માતાએ તેના સગા દીકરાને કાપી નાખ્યો અને પછી ઉકાળીને ખાઈ ગઈ, કારણ જાણીને ગાળો ભાંડશો

 

 

હાર્ટ એટેકના કેસને લઈને તબીબોને ભાજપ ખડે પગે રાખશે

હાર્ટ એટેકના કેસને લઈને રાજકોટ રાજ્ય સભાનાં સાંસદ રામભાઈ મોકરિયાએ નિવેદન આપ્યું હતું કે, ડોક્ટર્સ પણ નવરાત્રીમાં આયોજકોને ફ્રી સેવા આપશે. હાર્ટ એટેકના કેસને ધ્યાનમાં લઈને ડોક્ટર્સને ભાજપ ખડેપગે રાખશે. મેડીકલ કોલેજના વિધાર્થીઓને પણ નવરાત્રીમાં  ગ્રાઉન્ડમાં ડ્યુટી આપવામાં આવશે.

 

 


Share this Article