Bharuch Accident News : ભરૂચના હાંસોટ તાલુકાના અલવા (alva) ગામ પાસે બે કાર વચ્ચે જોરદાર ટક્કર થતાં એક જ પરિવારના પાંચ લોકોનાં મોત નીપજ્યાં હતાં. મૃતકોમાં માતાપિતા અને બે દીકરીઓ સહિત પાંચ લોકોનો સમાવેશ થાય છે. જ્યારે કારમાં એક બાળકનો ચમત્કારિક બચાવ થયો હતો.બંને કાર વચ્ચે ટક્કર એટલી જોરદાર હતી કે બંને કારના આગળના ભાગના ફુરચેફુરચા નીકળી ગયા હતા. હાંસોટ પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
અકસ્માતમાં મૃતકોના નામની યાદી
બે કાર વચ્ચે જે અકસ્માત થયો છે. તેમાં વર્ના કારમાં સવાર ઈમ્તિયાઝભાઈ પટેલ, (Imtiazbhai Patel) તેમના પત્ની સલમાબેન પટેલ, ઈમ્તિયાઝભાઈના પુત્રી મારિયા દિલાવર પટેલ અને બીજી દીકરી અફિફા સફવાન ઈલ્યાસ અફીણી અનેન ઈમ્તિયાઝભાઈના ભાભી જમિલા પટેલના મોત નિપજ્યા છે.
એરબેગના કારણે વેન્યૂ કારમાં સવાર લોકોનો બચાવ
અકસ્માતની ઘટનામાં બંને કારને ખૂબજ નુકસાન થયું છે. જેમાં વર્ના કારમાં સવાર પાંચ લોકોના મોત નિપજ્યા છે. પરંતુ, સામે વેન્યૂ કારમાં એરબેગ ખુલ્લી જવાના કારણે કારમાં સવાર લોકોના જીવ બચી ગયા હોવાનું જાણવા મળ્યું છે.
બે કાર સામ સામે અથડાઈ
મળતી માહિતી અનુસાર, ભરૂચના હાંસોટ તાલુકાના અલવા ગામ પાસે ગઈકાલે વર્ના કાર અને વેન્યૂ કાર ધડાકાભેર સામસામે અથડાઈ હતી. આ અકસ્માતને પગલે સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી.
2 વર્ષના બાળકનો ચમત્કારિક બચાવ
અકસ્માતમાં જ્યારે ગાડીનો કચ્ચર ઘાણ નીકળી ગયો હતો અને કારમાં સવાર તમામ વયસ્કો મોતને ભેટ્યા હતા ત્યારે માત્ર 2 વર્ષ નો બાળક યુસુફ દિલાવર પટેલ કાળને હાથ તાળી આપી ચમત્કારિક રીતે બચી ગયો હતો. અકસ્માતગ્રસ્ત વરના ગાડીમાંથી 2 વર્ષીય યુસુફને લોકોએ સાવચેતી પૂર્વક બહાર કાઢ્યો હતો અને તાત્કાલિક પ્રાથમિક સારવાર અર્થે હાંસોટ અને ત્યાંથી વધુ સારવાર અર્થે ભરૂચ શિફ્ટ કર્યો હતો. આ અકસ્માતમાં બચી ગયેલ 2 વર્ષીય યુસુફ ની માતા, માસી અને નાના નાનીના મોત નીપજ્યા હતા.
રણબીરના કારણે આલિયા નથી કરતી લિપસ્ટિક! અભિનેત્રીએ ખુદ ખુલાસો કર્યો-રણબીરને કોરા હોઠમાં જ મજ્જા આવે…
200 કરોડનો આંકડો પાર કર્યા બાદ સની દેઓલ અને ટીમ ફૂલ મોજમાં, જુઓ પ્રાઈવેટ જેટના અંદરનો વીડિયો
એક જ પરિવારના પાંચ લોકોનાં મોત
આ અંગેની જાણ થતાં જ પોલીસની ટીમ અકસ્માત સ્થળે દોડી આવ્યા હતા. પોલીસની તપાસમાં અકસ્માતમાં મૃત્યુ પામેલા તમામ એક જ પરિવારના હોવાનું સામે આવ્યું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં હુન્ડાઈ વર્ના કાર (GJ06 FQ 7311) ભરૂચના રેડીમેઈડ ગારમેન્ટના વેપારી ઈક્રામભાઈના નામે રજિસ્ટ્રર હોવાનું સામે આવ્યું હતું, જ્યારે હ્રુન્ડાઈ વેન્યુ કાર (GJ16 DG 8381) ભરૂચના હિરેન્દ્રસિંહના નામે રજિસ્ટ્રર હોવાનું સામે આવ્યું હતું.