Gujarat Weather: અમદાવાદના ખેલૈયાઓ માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. કારણ કે અમદાવાદમાં 7 દિવસ વરસાદની કોઈ શક્યતા નહીં હોવાની આગાહી કરવામાં આવી છે. અમદાવાદનુ તાપમાન પણ 7 દિવસ સામાન્ય રહેશે. હવામાન વિભાગે 7 દિવસ માટે આગાહી કરતાં જ લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
આજે રાજ્યભરમાં નવરાત્રીના (navratri) પાવન પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે હવામાન વિભાગ (Meteorological Department) અને હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે (ambalal patel) રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે. અગાઉ ઘણા વિસ્તારોમાં સામાન્ય વરસાદને કારણે ખેલાડીઓનો રંગ ખોરવાયો. તો ચાલો જાણીએ આજે રાજ્યના કયા વિસ્તારોમાં વરસાદી માહોલની આગાહી રહેશે.
હવામાન વિભાગની આગાહી મુજબ આજે 16 ઓક્ટોબરે કેટલાક સ્થળોએ વરસાદની સંભાવના છે.તેમના મતે ઉત્તર ગુજરાતના અરવલ્લી અને મહિસાગર અને બનાસકાંઠામાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની શક્યતા છે. જ્યારે બાકીના જિલ્લાઓમાં હવામાન શુષ્ક રહેશે.
Gold-Silver Price: નવરાત્રિના બીજા દિવસે સસ્તું થયું સોનું-ચાંદી, શું દિવાળી સુધી ભાવ ઘટશે?
હવામાન વિભાગની ઘાતક આગાહી: ગુજરાત સહિત ૧૮ રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદ ખાબકશે, ખેડૂતો ભયમાં
ગાઝામાં હવે લીરેલીરા ઉડી જશે, ચારેકોર તબાહી મચી જશે, તૈયારી પૂરી, ઇઝરાયેલ એટેક કરે એટલી જ વાર…
બીજી તરફ ભારતીય હવામાન વિભાગે કહ્યું છે કે, ગંભીર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આગામી બે દિવસમાં દેશના ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભાગોમાં વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે કહ્યું કે, મોસમનું આ પ્રથમ ગંભીર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે અને તેના કારણે જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ અને હિમવર્ષા થશે.