આજે દરેક જગ્યાએ ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી રહી છે. દરમિયાન રાજકોટ-ગોંડલ રોડ પર રીબડા નજીક આવેલા સ્વામિનારાયણ ગુરુકુળમાં પણ ગુરુપૂર્ણિમાની ઉજવણી માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે આ કાર્યક્રમ શરૂ થતાં પહેલાં જ ખુશીનો માહોલ ગમમાં ફેરવાઈ ગયો છે. કારણ કે એક 10માં ધોરણના વિદ્યાર્થીનું હાર્ટ એકેટના કારણે મોત નિપજ્યું છે.
રાજકોટ નજીક રીબડામાં સ્વામિનારાયણ ગુરુકુળમાં પણ દર વર્ષની જેમ આજે ગુરુપૂર્ણિમાની ઉજવણીનો કાર્યક્રમ હતો. ત્યારે ગુરુકુળમાં ધો. 10માં અભ્યાસ કરતા ધોરાજીના દેવાંશ ભાયાણી સ્ટેજ પર માઈકનું સ્ટેન્ડ મૂકવા જતો હતો ત્યારે જ તેને છાતીમાં પીડા ઉપડી અને ત્યાં જ ઢળી પડ્યો હતો, આથી ગુરુકુળના વિદ્યાર્થીઓ અને સ્ટાફમાં ચરકાર મચી ગઈ. દેવાંશને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો, પરંતુ સારવાર મળે એ પહેલાં ડોક્ટરે તેમને મૃત જાહેર કરતાં ખળભળાટ મચી ગયો હતો.
તબીબોએ પણ જણાવ્યું કે દેવાંશનું હાર્ટ-એટેકથી મોત થયું છે. વિગતો એવી પણ મળી રહી છે કે મૃત વિદ્યાર્થી એકના એક પુત્ર હતો એટલે પરિવાર અને ગામ આખું હિબકે ચડ્યું છે. રાજકોટ સિવિલ હોસ્પિટલના તબીબના જણાવ્યા મુજબ, દેવાંશને અગાઉથી જ હૃદયની બીમારી હોઈ શકે છે. પ્રાથમિક રીતે જોતાં સામાન્ય યુવાનના હૃદય કરતાં બમણું વજન દેવાંશના હૃદયનું જોવા મળ્યો છે.
લગાતાર સોનાના ભાવ તળિયે બેસ્યા, આજે ફરીથી મોટો કડાકો, હવે એક તોલાના ખાલી આટલા હજાર જ આપવાના
જુલાઈના પહેલા અઠવાડિયામાં જ 2000 રૂપિયાની નોટ પર આવ્યું મોટું અપડેટ, કોર્ટે ભર્યું આ મહત્વનું પગલું
મોદી સરકારે લોકોને આપી મોટી રાહત! સ્માર્ટફોન-ટીવીના ભાવમાં જોરદાર ઘટાડો, જાણો હવે નવી કિંમત્ત કેટલી?
તો આજે જ જૂનાગઢના ચોરવાડ પાસે નાળિયેરની વાડીંમાં કામ કરી રહેલા 17 વર્ષીય કિશોરનું કાર્ડિયક એરેસ્ટના કારણો મોત નિપજ્યું હોવાના સમાચાર આજે ચારેકોર ચર્ચામાં છે.