Gujarat News: રાજકોટમાં વધુ એક અંધશ્રદ્ધાના કિસ્સાએ આખા ગુજરાતમાં ચર્ચા જગાવી છે. એક ભુવાએ 8 લાખ પડાવ્યા હોવાની ઘટના સામે આવી છે. અંધશ્રદ્ધાનો ભોગ બનેલા યુવકે પોલીસમાં અરજી કરી છે અને હાલમાં પોલીસ કાર્યવાહી શરૂ છે. યુવકના જણાવ્યા અનુસાર, તમારું કામ અઘરું છે કહી ભુવાએ મટન, દારૂ, કુંવારી છોકરી માંગી 8 લાખ પડાવી લીધા છે. પારિવારિક મુશ્કેલીમાં ભુવા સાથે સંપર્ક થતા ભુવાએ યુવકને ખંખેરી નાખવાની આ ઘટનાએ પંથકમાં અઘરી ચર્ચા જગાવી છે
પહેલા બધું સામાન્ય જ હતું પરંતુ જ્યારે ભુવાએ દારુની બોટલ, મટન અને કુંવારી છોકરીની માંગ કરતા મામલો બિચક્યો હતો. મનીષ લોટીયાએ ભુવા પાસેથી રૂપિયા પરત માંગતા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. શહેરના મનહર પ્લોટમાં રહેતા મનીષ લોટિયાએ અરુણ સાપરિયા ઉર્ફે ગુરજી ભુવા વિરૂદ્ધ અરજી કરી છે. આ મામલે ભોગ બનનારે સમગ્ર વાત કહી હતી.
પીડિતે વાત કરી કે ભુવાએ મને ભરમાવ્યો છે. પહેલા 40 હજાર રૂપિયા લીધા હતા, બાદમાં એક સ્કોચની બોટલ અને મટન પછી મને કહ્યું કે, કુંવારી છોકરી લઈ આવ એટલે તારું કામ થઈ જશે. અત્યાર સુધીમાં સાતથી આઠ લાખ રૂપિયા મારા પડાવી લીધા છે. પછી મને ખબર પડી કે આ માણસ ખોટો છે. જન્માક્ષર બાબતે આ ભુવા સાથે સાડા ત્રણ વર્ષ પહેલા સંપર્ક થયો હતો. જે બાદ ભુવાએ કહ્યું કે, તમારે બીજું નડતર છે. તેણે આમતેમની વાતો જણાવતા થોડો ભરોસો થયો. પછી તેણે વિધિની વાત કરતાં અમે લગભગ પોણા ચાર વર્ષથી વિધિ કરાવતા હતા. તેણે છૂટક-છૂટક સાતથી આઠ લાખ રૂપિયા પડાવી લીધા.
ફરિયાદી પોતાની આપવીતી વિશે જણાવે છે કે જ્યારે આટલો સમય થયો છતાં કોઇ ફેર પડ્યો નહી. તેણે મને કહ્યું હતું કે, આ વાત કોઇને કરતો નહીં. હું તારા પૈસા પાછા આપી દઇશ. તેણે એક વખત સ્મશાને લઇ જઇને વિધિ કરાવડાવવી, એક વખત મંદિરમાં લઇ જઇને વિધિ કરાવડાવી, બાકી વિધિ તે રાત્રે તેને ત્યાં કરતો. ભુવા અરુણ સાપરિયાએ પણ વળતો પ્રહાર કરી જવાબ આપ્યો છે.
આખા ગુજરાતમાંથી ચોમાસાએ વિદાય નથી લીધી, આજે આટલા જિલ્લામાં મેઘો ધબધબાટી બોલાવી દેશે, જાણો આગાહી
ભૂલાએ લૂલો બચાવ કરતાં કહ્યું કે મેં કોઇ પૈસા લીધા નથી. કોઇ પતાવની વાત નથી. હું તેને બે વર્ષથી ઓળખું છું. આજે છાપામાં જોયું તો મને જાણ થઇ છે. તે અવારનવાર મારી પાસે મળવા આવતા. કુંવારી યુવતીની માંગના આક્ષેપ વિશે ભુવાએ જણાવ્યું હતું કે, આ તદ્દન ખોટી વાત છે. જે માણસને દારૂ પીને બોલવું છે, તે કંઇ પણ બોલશે. આ બદનામ કરે છે. મેં તેને દારૂ પીને ઘરે આવવાની ના પાડી એટલે તે ખારમાં આવું કરે છે.