ડમીકાંડ મામલે હાલમાં સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ સામે હવે ખંડણી અને કાવતરા સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ વાત આગની જેમ ચારેકોર ફેલાઈ ગઈ છે, યુવરાજસિંહ અને તેમના માણસો સામે 1 કરોડ રૂપિયા લીધા હોવાનો આરોપ છે. યુવરાજસિંહ અને તેમના માણસોએ પ્રકાશ દવે પાસેથી 45 લાખ અને પ્રદિપ બારૈયા પાસેથી 55 લાખ રૂપિયા લીધા. નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સતત 9 કલાક પૂછપરછ બાદ યુવરાજ સિંહની ધરપકડ કરવામાં આવી છે.
વિગતો મળી રહી છે કે પોલીસે યુવરાજસિંહ સામે ભાવનગરના નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો છે. યુવરાજસિંહ અને અન્ય લોકો સામે IPC 386, 388 અને 120 B હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. યુવરાજસિંહ પૂછપરછ દરમિયાન ગોળ ગોળ જવાબ આપતા હોવાનું પણ રેન્જ આઈજી ગૌતમ પરમારે વાત કરી હતી. જો ગુનો નોંધવામાં આવેલા વ્યક્તિ વિશે આપણે વાત કરીએ તો…
યુવરાજસિંહ જાડેજા
રાજુ
શિવુભા જાડેજા
કાનભા જાડેજા
ઘનશ્યામભાઈ
બિપીન ત્રિવેદી
ઈદ પહેલા સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, સોનાની જ્વેલરી ખરીદશો તો થશે આટલો ફાયદો, જાણો તમારા ફાયદાની વાત
ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમારે આપેલી વિગતો અનુસાર વાત કરવામાં આવે તો આજે યુવરાજસિંહને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. તેઓ પૂછપરછ દરમિયાન ગોળ ગોળ જવાબ આપી રહ્યા છે. યુવરાજસિંહ સામે સાંયોગિત પુરાવા, CCTV, ગુપ્ત ચેટ અને અન્ય પુરાવાઓ મળ્યા છે. યુવરાજસિંહે આજે પૂછપરછ દરમિયાન વધુ 22 નામો આપ્યા છે. તેઓને પૂછપરછ માટે બોલાવી તપાસ કરાશે. જીતુ વાઘાણી અને આસિત વોરાના નામો અંગે કહ્યું હતું કે, યુવરાજસિંહ દ્વારા તપાસનીશ અધિકારી સમક્ષ આ અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી.