India News: હૈદરાબાદની એક હોસ્પિટલમાં શનિવારે ભીષણ આગ લાગી હતી. હોસ્પિટલમાં અનેક દર્દીઓ ફસાયા હોવાની આશંકા છે. જો કે આગ ઓલવવાના પ્રયાસો ચાલુ છે અને ફાયર એન્જિન ઘટનાસ્થળે હાજર છે. હૈદરાબાદની અંકુરા હોસ્પિટલની બિલ્ડીંગમાં આ આગ લાગી હતી. આગના કારણે હોસ્પિટલના નામનું બોર્ડ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયું હોવાનું જાણવા મળે છે.
#WATCH | Hyderabad, Telangana: A fire broke out at Ankura Hospital in the Gudimalkapur area. Fire tenders reached the spot.
More details are awaited. pic.twitter.com/xcDfIZ2S4C
— ANI (@ANI) December 23, 2023
જણાવવામાં આવી રહ્યું છે કે શોર્ટ સર્કિટના કારણે આ દુર્ઘટના બની હતી. 10મા માળે પ્લાસ્ટિકની સામગ્રી હતી, જેના કારણે ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ પાંચમા માળથી દસમા માળ સુધી ફેલાઈ છે. અંકુરા હોસ્પિટલમાં બાળકો અને ગર્ભવતી મહિલાઓની સારવાર કરવામાં આવે છે. હોસ્પિટલમાં મોટાભાગે ગર્ભવતી મહિલાઓ છે.હોસ્પિટલમાં મોટાભાગે સગર્ભા મહિલાઓ અને બાળકો છે, પરંતુ તે તમામને ત્યાંના સ્ટાફ દ્વારા બહાર કાઢવામાં આવ્યા છે કે કેમ તે હજુ સુધી જાણી શકાયું નથી.
ફરી એકવાર LPG સિલિન્ડરના ભાવમાં મોટો ઘટાડો, સીધો 39 રૂપિયા સસ્તો થયો, નવા વર્ષ પહેલા મળી ભેટ
હોસ્પિટલની ઉપરની છત પર કેટલીક નર્સો હોવાનું પણ બહાર આવ્યું છે. તેમના માટે ત્યાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. પરંતુ શું તે બધા સુરક્ષિત રીતે બહાર આવશે? આ જાણવું છે. ફાયર બ્રિગેડની ત્રણ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી, જેણે ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી. બીજી તરફ હોસ્પિટલની અંદર હાજર સ્ટાફે દર્દીઓને સુરક્ષિત બહાર કાઢ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ ભયાનક આગને કારણે હોસ્પિટલના કેટલાક ભાગોમાં બધું બળીને રાખ થઈ ગયું છે.