અભિનેતા હૃતિક રોશનની ભલે વધારે ફિલ્મો નથી આવતી, પરંતુ તે ગુડ લુક્સ અને ફિટનેસને કારણે આજે પણ લોકપ્રિય છે. મોટી સંખ્યામાં લોકો તેને સોશિયલ મીડિયા પર પણ ફોલો કરે છે. અત્યારે તે પોતાની અપકમિંગ ફિલ્મ વિક્રમ વેધાને કારણે ચર્ચામાં છે. આ ફિલ્મમાં તેની સાથે સૈફ અલી ખાન પણ છે. આ દરમિયાન હૃતિકનો એક હૃદયસ્પર્થી વીડિયો સામે આવ્યો છે.
વીડિયોમાં જાેઈ શકાય છે કે હૃતિક પોતાના એક ફેનના પગે લાગી રહ્યો છે. વીડિયો જાેઈને લોકો હૃતિકના ખૂબ વખાણ કરી રહ્યા છે. હૃતિક રોશનના વાયરલ વીડિયોની વાત કરીએ તો શનિવારના રોજ તે એક ફિટનેસ ઈવેન્ટમાં પહોંચ્યો હતો. અહીં તેણે પોતાની બ્રાન્ડનું પણ પ્રમોશન કર્યુ હતું.
યલો ટીશર્ટ- વાઈટ કેપ માં સજ્જ હૃતિકનો અંદાજ સ્ટાઈલિશ હતો. આ ઈવેન્ટ દરમિયાન એક ફેન સ્ટેજ પર આવે છે અને પોતાના ફેવરિટ એક્ટરના પગે લાગે છે. પરંતુ પછી જે થયું તે ફેન હંમેશા યાદ રાખશે. હૃતિક રોશન ફેનને પગે લાગતા અટકાવે છે અને તરત પોતે પણ તેના પગે પડી જાય છે.
અભિનેતાનો આ અંદાજ લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે. એક યુઝરે લખ્યું છે કે, તમે અત્યંત વિનમ્ર માણસ છો. અન્ય એક યુઝરે લખ્યું કે, હૃતિક ડાઉન ટુ અર્થ માણસ છે. આ પ્રકારની તો અનેક કમેન્ટ યુઝર્સે કરી છે. તમે જાણતા હશો કે અત્યારે બોલિવૂડ ફિલ્મોને બોયકોટ કરવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે.
વિક્રમ વેધાનું જ્યારે ટ્રેલર રીલિઝ થયું ત્યારે લોકોએ તેને પણ બોયકોટ કરવાની માંગ શરુ કરી દીધી હતી. પરંતુ હૃતિકનો આ વીડિયો જાેઈને ટ્રોલર્સ પણ લખી રહ્યા છે કે, હવે અમે આ ફિલ્મ બોયકોટ નહીં કરીએ. વર્ક ફ્રંટની વાત કરીએ તો તમિલ ફિલ્મ વિક્રમ વેધાની હિન્દી રીમેકમાં હૃતિક રોશન જાેવા મળશે. તમિલ ફિલ્મ ૨૦૧૭માં આવી હતી, જેમાં આર માધવન અને વિજય સેતુપતિ મુખ્ય ભૂમિકામાં જાેવા મળ્યા હતા.
વિક્રમ વેધાને ગુલશન કુમાર, ટી-સીરિઝ ફિલ્મ્સ અને રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટ દ્વારા ફ્રાઈડે ફિલ્મવર્કર્સ અને સ્ટુડિયોઝના સહયોગથી પ્રેઝન્ટ કરવામાં આવશે. ફિલ્મ ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૨ના રોજ રીલિઝ થવા માટે તૈયાર છે. આ સિવાય હૃતિક પાસે ફાઈટર જેવી મોટી એક્શન ફિલ્મ પણ પાઈપલાઈનમાં છે. આ ફિલ્મમાં હૃતિકની સાથે દીપિકા પાદુકોણ પણ જાેવા મળશે.