Breaking News: અકસ્માત એ માણસને સેકન્ડમાં પતાવી નાખે છે. અવાર નવાર અકસ્માતો સામે આવતા રહે છે. ત્યારે આજે ફરીથી એક ગોઝારી ઘટના ઘટી છે. અમદાવાદના બાવળા -બગોદરા નજીક ભયાનક અકસ્માતમાં 10 લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ ટ્રક પાછળ મીની ટ્રક ઘુસી જતા આ અકસ્માત સર્જાયો હતો. જેમાં 10 વ્યક્તિના મોત થયા છે તો 10 વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા છે. અમદાવાદના બાવળા-બગોદરા હાઈવે પર ભયાનક અકસ્માત થયો છે, જેમાં 5 મહિલા, 3 બાળક સહિત 10 લોકોનાં મોતની આશંકા છે.
મળતી માહિતી પ્રમાણે ટ્રક પાછળ મિની ટ્રક ઘૂસી જતાં ગમખ્વાર અકસ્માત થયો હતો, જેમાં 10 વ્યક્તિનાં મોત થયાંનું જાણવા મળ્યું છે, જ્યારે 10 વ્યક્તિ ઇજાગ્રસ્ત થઈ છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. આ અકસ્માત બાવળા-બગોદરા વચ્ચે અને અમદાવાદથી 50 કિમી દૂર અકસ્માત થયો છે. અકસ્માતના પગલે હાઈવે પર લાંબો ટ્રાફિકજામ સર્જાયો છે તેમજ લોકોનાં ટોળાં પણ ઊમટ્યાં છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે 108 મારફત હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા છે.
RBI ગવર્નરે 2000ની નોટ પર આપ્યું સૌથી મોટું અપડેટ, સરકારે આખરે શા માટે લીધો આ નિર્ણય?
હાલમાં એવું લાગી રહ્યું છે કે જાણે હાઈવે પર લોહીની નદી વહી હોય. ચોટીલાથી દર્શન કરી પરિવાર પરત ફરી રહ્યો હતો ત્યારે ટ્રક પાછળ છોટાહાથી ઘૂસી જતાં 10 વ્યક્તિનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં છે. આ અંગે અમદાવાદ જિલ્લા ડીએસપી અમિત વસાવાએ જણાવ્યું હતું કે, હાલ તમામ મૃતકોના પોસ્ટમોર્ટમ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે।