અમદાવાદમાં બુધવારે મોડી રાત્રે સર્જાયેલા ઇસ્કોન બ્રિજ પર અકસ્માતમાં 9 લોકોના જીવ ગયા છે. જે સમગ્ર મામલે આરોપીની પોલીસે ધરપકડ કરીને તેને રિમાન્ડ પર લીધો છે. આ ઉપરાંત આરોપીના પિતાની પણ ધરપકડ કરીને જેલના સળિયાની પાછળ ધકેલી દેવામાં આવ્યો છે. અકસ્માત કેસમાં વધુ તપાસ પણ ચાલી રહી છે અને અવનવા ખુલાસા પણ સામે આવી રહ્યાં છે. ત્યારે પ્રત્યક્ષદર્શીએ આ સમગ્ર ઘટનાને ખૌફનાક રીતે વર્ણન કરી હતી.
‘સ્પીડમાં આવી રહેલી ગાડીએ અકસ્માત સર્જ્યો’
પ્રત્યક્ષદર્શીએ કહ્યું કે, હું ત્યાંથી નીકળી રહ્યો હતો ત્યારે એક થાર ગાડીનો એક્સિડન્ટ થયેલો જોયો હતો અમે ત્યાં ગયા. થોડી જ વારમાં 170-180ની સ્પિડમાં એક ગાડી આવી હતી અને ત્યાં 40થી વધુ લોકો ઉભા હતા ત્યારે અચાનક આવેલી ગાડીએ એક્સિડન્ટ સર્જ્યો હતો. જેમાં ઘણા બધા લોકોને ગાડીએ ટક્કર મારી હતી ત્યારે ચીચયારીનો અવાજ આવ્યો હતો. જેમાં મને પણ ટક્કર વાગી હતી અને હું બેહોશ થઈ ગયો હતો ત્યારે મને મારા મિત્રો હોસ્પિટલ લઈ ગયા હતાં ત્યારબાદ એકથી દોઢ કલાક પછી મને ભાન આવ્યું હતું અને ફરીથી હું બેભાન થઈ ગયો હતો.
સોના ચાંદીના ભાવમાં ઘટાડો, સસ્તા થતાં જ લોકોમાં ખુશીનો માહોલ, જાણો હવે એક તોલાના કેટલા હજાર આપવાના
ખરેખર તો 200 રૂપિયે કિલો ટામેટા એ ઘણા સસ્તા કહેવાય, જાણો શું કહે છે સરકારી આંકડા? તમારું મગજ ફરી જશે
180 દિવસ, 146 બાળકો, આ સરકારી હોસ્પિટલ કેમ બની રહી છે માસૂમોનું મોતનો કાળ? જાણો અજીબ કારણ
‘રાત્રે ઉંઘ પણ નથી આવતી’
પ્રત્યક્ષદર્શીએ કહ્યું કે, મારી નજરની સામે ઘણા લોકોના મોત થયા હતા અને એ રાતની અકસ્માત ઘટના યાદ આવે છે ત્યારે રાત્રે ઊંઘમાંથી પણ જાગી જાઉં છું અને આખી રાત ઊંઘ પણ નથી આવતી. વધુમાં તેમણે કહ્યું કે, મારે સંપૂર્ણ શરીર પર ઈજા પહોંચી છે જે હવે હોસ્પિટલમાંથી ઘરે આવ્યા બાદ દુખાવો થાય છે અને ખબર પડે છે કે, અહી પણ વાગ્યું છે. આ અકસ્માતમાં હું હવામાં ફંગોળાઈ ગયો તો અને હવામાં ઉછળ્યો તો અને બાકીના લોકોને ગાડીએ ઘસેડ્યા હતા.