ગુજરાતના લોકો હજુ તૌકતેએ સર્જેલી તબાહીમાંથી ઉંચા નથી આવ્યા અને હવે ગુજરાત પર વધુ એક વાવાઝોડાનું એટલે કે બિપોરજોય વાવાઝોડાનું સંકટ તોળાયું હોઈ લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. જો અરબી સમુદ્રમાં ચક્રવાત બન્યા બાદ તે વાવાઝોડું બનીને ગુજરાત તરફ આવે કે ગુજરાતના દરિયાકિનારે ત્રાટકે તો ભારે વરસાદ પડી શકે છે. આ સિવાય વાવાઝોડા દરમિયાન તોફાની પવનો ફૂંકાઈ શકે છે, જેની ગતિ ૫૦ કિમી પ્રતિ કલાક કે તેનાથી પણ વધારે હોઈ શકે છે.
હાલમાં અલગ અલગ જિલ્લાનો માહોલ જોવા જઈએ તો સંભવિત વાવાઝોડાની આગાહીને પગલે બંદરો પર સિગ્નલ લગાવાયા છે. હવામાન વિભાગની આગાહીને લઈને પોરબંદર તેમજ વેરાવળ પોર્ટ એલર્ટ છે. પોરબંદરનાં બંદર પર 1 નંબરનું સિગ્નલ લગાવાયું છે. તેમજ માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે. મોટા ભાગની બોટ બંદર પર પરત આવી છે. જુનાગઢનાં માંગરોળમાં દરિયા કિનારે એક નંબરનું સિગ્નલ લગાવાયું છે.
આ જ રીતે દ્વારકાનાં દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો હતો. ભડકેશ્વર દરિયાકિનારે 15 ફૂટ જેટલા ઊંડા મોજા ઉછળ્યા હતા. તેમજ ગોમતીઘાટે પણ 10 ફૂટ જેટલા ઊંડા મોજા ઉછળ્યા હતા.તેજ પવન સાથે દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો હતો. દ્વારકાનાં દરિયામાં આજે ભારે કરંટ જોવા મળ્યો હતો. દરિયામાં ભારે કરંટ વચ્ચે યાત્રિકોએ ગોમતીઘાટે સ્નાન કર્યું હતું. તો વળી માંગરોળનાં દરિયામાં ભારે કરંટ દેખાતા 1 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. ત્યારે તમામ માછીમારોને પોતાની બોટો-હોડીઓ દરિયા કિનારે લાવવા સૂચના આપવામાં આવી છે.
આ પણ વાંચો
જોરદાર નવું લાયા, દર્શકો સાથે હનુમાનજી પણ ફિલ્મ જોશે, દરેક થિયેટરમાં એક સીટ અનામત રાખવામાં આવશે
અરબી સમુદ્રમાં વાવાઝોડાને કારણે બંદરો પર સિગ્નલ લગાવાયા છે. જેમાં કચ્છનાં તમામ બંદર પર 1 નંબરનું સિગ્નલ લગાવાયું છે. હવામાન વિભાગની આગાહી બાદ કચ્છનાં પોર્ટ હરકતમાં આવ્યા છે. કંડલા, મુન્દ્રા અને જખૌ સહિતનાં પોર્ટ પર 1 નંબરનું સિગ્નલ લગાવાયું છે. આ રીતે ગુજરાતમાં સંભવિત વાવાઝોડા અંગે વહીવટી વિભાગ સતર્ક છે. વાવાઝોડાને લઈ સતત IMDના ફોરકાસ્ટ પર નજર રાખવા સૂચના આપવામાં આવી છે.