આપણે રોજ અનોખા જન્મદિવસના સેલિબ્રેશન જોતા હોઈએ છીએ. ત્યારે હવે જે ઉજવણી સામે આવી એ કંઈક એકદમ હટકે અને અનોખી છે. કારણ કે મોરબીમાં ઝૂલતા પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલી દીકરીના જન્મદિવસની અનોખી ઉજવણી કરાઈ હતી.
એટલે કે મૃત દીકરીના માતાપિતાએ અનોખી ઉજવણી કરીને દીકરી જીવતી જ છે એવું પુરવાર કર્યું હતું. મોરબીમાં 30 ઓકટોબરના દિવસે સર્જાયેલી ઝૂલતા પુલની ગોઝારી દુર્ઘટનામાં 141થી વધુ લોકો મોતને ભેટ્યાં હતાં એ દિવસ કોઈને નહીં ભૂલાય.
આ અકસ્માતમાં નાના મોટા સૌ લોકો મૃત્યુને ભેટ્યા હતા. કેટલાય માતા-પિતાના કાળજાના કટકા મોતના મુખમાં ધકેલાઈ ગયા હતા તો કેટલાય દીકરા દીકરીઓ પણ અનાથ થયા હતા. હવે આ દુર્ઘટનામાં મૃત્યુ પામનાર એક દીકરીનો ગઇકાલે જન્મદિવસ હતો અને પરિવારજનોએ બટુક ભોજન કરાવીને એકદમ સેવાભાવી અનોખી ઉજવણી કરી હતી અને આ ઉજવણી દરમિયાન ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. જેની તસવીરો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
આ દીકરીની વિગતો મળી રહી છે કે મોરબીના નજરબાગ પાસે આવેલી ગાંધી સોસાયટીમાં રહેતા સ્વ. મનીષાબેન રાજેશભાઈ ચૌહાણ ઝૂલતા પુલ દુર્ઘટનાના ભોગ બન્યા હતા અને તેમનો જન્મ 17 માર્ચ, 2001ના રોજ થયો હતો. માત્ર 22 વર્ષની ઉમરે જ આ દીકરીએ દુનિયાને અલવિદા કહી દીધું હતું.
આકાશ અંબાણીની સાળી પાસે બોલિવૂડની અભિનેત્રીઓનું કંઈ ના આવે, લોકોએ તસવીરો જોઈ અપ્સરા સાથે કરી સરખામણી
ઊંઘને લઈ AIIMS નો ડરામણો ખુલાસો, જો જીવ વ્હાલો હોય તો આટલા કલાક સુઈ જાજો, નહીંતર હાર્ટ એટેક આવશે!
ગઇકાલે તેમનો જન્મદિવસ હતો ત્યારે સ્વ.મનીષાબેનના જન્મદિવસની પરિવારજનોએ બટુક ભોજન કરાવી તેમના ફોટો કેક કટિંગ કરીને ઉજવણી કરી હતી. તેમજ આ ઉજવણીમાં ગાંધી સોસાયટીના લોકો પણ જોડાયા હતા અને દરેકે જન્મદિવસની અંતપૂર્વક શુભેચ્છાઓ આપી હતી. ત્યારે હવે આ ઉજવણીની દરેક જગ્યાએ ચર્ચા કરવામાં આવી રહી છે.